અનુષ્કા શર્મા અને દિકરી વામિકા સાથે આ જગ્યાએ જવા માંગે છે વિરાટ કોહલી, ચિત્ર દોરીને કર્યો ખુલાસો
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી તેમની નાની દીકરી વામિકાને લઈ પ્રોટેક્ટિવ રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિરાટ અને અનુષ્કા વામિકાની ગોપનીયતાનું રક્ષણ કરતા જોવા મળે છે પરંતુ, ઘણીવાર વામિકાના આગમન પછી તેમની દુનિયા કેવી રીતે બદલાઈ ગઈ તે વિશે વાત કરે છે.
તાજેતરના એક ઈન્ટરવ્યુમાં વિરાટે કોઈ વાત ન કરી પરંતુ ડ્રોઈંગ દ્વારા પોતાની લાગણી વ્યક્ત કરી. વિરાટ મિસ્ટર નાગ્સ એટલે કે તેની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ડેનિશ સૈત સાથે વાતચીત કરી હતી. આ વાતચિત દરમિયાન વિરાટ કોહલીએ ઘણી રસપ્રદ પરિસ્થિતિઓ વિશે વાત કરી.
અંતે, વિરાટને સ્કેચપેન અને ડ્રોઇંગ શીટ આપવામાં આવે છે અને પૂછવામાં આવે છે કે તેના માટે સ્વતંત્રતાનો અર્થ શું છે?
વધુ સમય લીધા વિના વિરાટ ઝડપથી કામે લાગી ગયો. વિરાટે પહાડો, નદીનો પ્રવાહ, એક સુંદર નાનું ઘર અને ત્રણ લોકોનું ચિત્ર બનાવ્યું હતું.
તસવીરમાં તમે વિરાટનું ડ્રોઈંગ જોઈ શકો છો. જ્યારે તેને ડ્રોઈંગ વિશે પૂછવામાં આવ્યું ત્યારે વિરાટે કહ્યું, હા તે અમે છીએ.. અમે ત્રણ જ છીએ. તે પહાડીઓમાં ક્યાંક એક ઘર છે, એક ઝરણું વહે છે.
ઉલ્લેખનીય છે કે, વિરાટ અને અનુષ્કાએ તેમની પુત્રીની ઓળખ જાહેર કરી નથી. જો કે, વામિકાની તસવીરો ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની વન-ડે ઈન્ટરનેશનલ (ODI) શ્રેણી દરમિયાન વાયરલ થઈ હતી.