Bollywood Kissa: જ્યારે અક્ષયના કારણે પ્રિયંકા ચોપરાને મારવા પહોંચી હતી Twinkle khanna, જાણો કઇ વાત પર થઇ હતી ગુસ્સે?
એક સમય એવો હતો જ્યારે અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપરાના અફેરની બોલિવૂડમાં ખૂબ ચર્ચા થતી હતી. બહુ ઓછા લોકો જાણે છે કે આ કારણે ટ્વિંકલ એકવાર પ્રિયંકા ચોપરાને મારવા સેટ પર પહોંચી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલિવૂડના ખેલાડી કુમાર અક્ષય કુમાર સાથે જોડાયેલી એક ઘટનાની વાત કરીએ. કહેવાય છે કે એકવાર અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્નાએ અક્ષયના કારણે પ્રિયંકા ચોપરાને માર મારવાનું નક્કી કર્યું હતું.
અક્ષય કુમારનું નામ લગ્ન પહેલા ઘણી અભિનેત્રીઓ સાથે જોડાઈ ચૂક્યું હતું. આ યાદીમાં રવિના ટંડનથી લઈને શિલ્પા શેટ્ટી સુધીના નામ સામેલ છે. એક સમય એવો હતો જ્યારે અક્ષય અને પ્રિયંકા ચોપરા વચ્ચે નિકટતા વધવા લાગી હતી. વાસ્તવમાં પ્રિયંકાએ અક્ષય સાથે ફિલ્મ ‘અંદાજ’માં ડેબ્યુ કર્યું હતું.
આ ફિલ્મમાં અક્ષય અને પ્રિયંકા વચ્ચે ઘણા રોમેન્ટિક સીન્સ શૂટ કરવામાં આવ્યા હતા. આ ફિલ્મમાં બંનેની શાનદાર કેમેસ્ટ્રી પણ દર્શકોને પસંદ આવી હતી. જે બાદ સમાચાર આવવા લાગ્યા કે બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. આ પછી બંનેએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું.
જોકે ફિલ્મ 'વક્ત' પછી અક્ષય કુમારે અચાનક જ નક્કી કર્યું કે તે પ્રિયંકા ચોપરા સાથે કામ નહીં કરે. તેણે બધાની સામે જાહેરાત કરી હતી કે તે પ્રિયંકા સાથે કામ નહી કરે. આ પાછળનું કારણ હતું અક્ષયની પત્ની ટ્વિંકલનો ગુસ્સો. વાસ્તવમાં અક્ષય અને પ્રિયંકા વચ્ચેના અફેરના સમાચાર આવ્યા બાદ ટ્વિંકલ ગુસ્સે થઈ ગઈ હતી.ટ્વિંકલે પહેલા અક્ષય કુમારને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બંને વચ્ચેની નિકટતાના સતત સમાચારોથી પરેશાન થઈને ટ્વિંકલે પ્રિયંકા ચોપરાને સીધો ફોન કર્યો હતો. દરમિયાન ફોન પર બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. વાત એટલી હદે પહોંચી ગઈ કે ટ્વિંકલ ખન્ના પ્રિયંકાને મારવા માટે ફિલ્મના સેટ પર પહોંચી ગઈ હતી.
ટ્વિંકલે પહેલા અક્ષય કુમારને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બંને વચ્ચેની નિકટતાના સતત સમાચારોથી પરેશાન થઈને ટ્વિંકલે પ્રિયંકા ચોપરાને સીધો ફોન કર્યો હતો. દરમિયાન ફોન પર બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. વાત એટલી હદે પહોંચી ગઈ કે ટ્વિંકલ ખન્ના પ્રિયંકાને મારવા માટે ફિલ્મના સેટ પર પહોંચી ગઈ હતી.
સદનસીબે પ્રિયંકા ટ્વિંકલને સેટ પર મળી નહોતી. તેથી તે તેના પતિ અક્ષય પર ગુસ્સે થઈ હતી. બધાની સામે તેમની વચ્ચે ઝઘડો થયો હતો. આ પછી કોઈક રીતે અક્ષયે ટ્વિંકલને સમજાવી અને તેને ઘરે લઈ ગયો. આ પછી અક્ષયે બધાની સામે જાહેરાત કરી કે તે પ્રિયંકા સાથે ફરી ક્યારેય કામ નહીં કરે.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.