Year Ender 2023: આલિયા ભટ્ટ સહિતના આ સ્ટાર્સે વર્ષ 2023માં ખરીદ્યુ પોતાનું નવું ઘર, કિંમત જાણીને ચોંકી ઉઠશો
Flash Back 2023: આ વર્ષે ઘણા બોલિવૂડ સ્ટાર્સે પોતાના માટે નવું ઘર ખરીદ્યું છે. આ લિસ્ટમાં આલિયા ભટ્ટથી લઈને અનન્યા પાંડે સુધીના દરેકનો સમાવેશ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅભિનેત્રી અનન્યા પાંડેએ હાલમાં જ પોતાના માટે નવું ઘર ખરીદ્યું છે. દિવાળીના અવસર પર અભિનેત્રીએ તેની ઝલક બતાવી હતી. શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાને તેના આલીશાન ઘરને સજાવ્યું છે.
નેશનલ એવોર્ડ વિનર આલિયા ભટ્ટે પણ આ વર્ષે મુંબઈના બાંદ્રામાં પોતાના માટે એક ઘર ખરીદ્યું છે. તેમનું ઘર 2497 સ્ક્વેર ફૂટનું છે, જેની કિંમત 37.80 કરોડ રૂપિયા છે.
સોનાક્ષી સિંહા આ વર્ષે નવા ઘરની માલિક બની છે. અભિનેત્રીએ મુંબઈના વર્લીમાં 4000 સ્ક્વેર ફૂટનો એપાર્ટમેન્ટ ખરીદ્યો છે, જેની કિંમત 11 કરોડ રૂપિયા છે.
કાજોલે મુંબઈના જુહુમાં 2493 સ્ક્વેર ફૂટનો એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. આ ઘરની કિંમત 16.5 કરોડ રૂપિયા છે.
કાર્તિક આર્યન પણ આ વર્ષે પોતાનું સપનું પૂરું કર્યું છે અને તેણે મુંબઈના જુહુમાં 1594 સ્ક્વેર ફૂટનો એપાર્ટમેન્ટ લીધો છે. તેમના આલીશાન ઘરની કિંમત 17.50 કરોડ રૂપિયા છે.
પ્રીતિ ઝિન્ટાએ પાલી હિલમાં 17.01 કરોડ રૂપિયાનો એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. જે 1474 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે.
આ લિસ્ટમાં જાહ્નવી કપૂરનું નામ પણ સામેલ છે. અભિનેત્રીએ 6421 સ્ક્વેર ફૂટમાં બનેલું ઘર ખરીદ્યું છે. તેની કિંમત 65 કરોડ રૂપિયા છે.