બોલિવૂડ છોડીને કરોડો રૂપિયાનો બિઝનેસ સંભાળે છે શાહિદ કપૂરની આ એક્ટ્રેસ
બોલિવૂડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેમની પહેલી ફિલ્મ હિટ સાબિત થઈ હતી, પરંતુ બાદમાં તેમની ફિલ્મો સતત ફ્લોપ રહી હોય. 38 વર્ષની અભિનેત્રી તુલિપ જોશી પણ આ લિસ્ટમાં સામેલ છે. હાલમાં આ એક્ટ્રેસ શું કરી રહી છે તે જાણીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2002માં ફિલ્મ 'મેરે યાર કી શાદી હૈ'થી બી-ટાઉન ડેબ્યૂ કરનાર તુલિપ ઇન્ડસ્ટ્રીમાં લાંબુ સમય સુધી ટકી શકી નહોતી. આવી સ્થિતિમાં તેણે લગ્ન કરીને ઘર વસાવી લીધું હતું.
11 સપ્ટેમ્બર 1979ના રોજ મુંબઈમાં એક ગુજરાતી પરિવારમાં જન્મેલી તુલિપે હિન્દી, કન્નડ, મલયાલમ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે. ‘મેરે યાર કી શાદી હૈ’ પછી ‘માતૃભૂમિ’ (2003), ‘દિલ માંગે મોરે’ (2004) જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી.
બાદમાં તુલિપ જોશી હિન્દી સિવાય તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ ફિલ્મોમાં જોવા મળી હતી. ફિલ્મોમાં કામ કરતી વખતે જ તુલિપ ને કેપ્ટન વિનોદ નાયર સાથે પ્રેમ થઈ ગયો. વિનોદની લોકપ્રિય નવલકથા 'પ્રાઈડ ઑફ લાયન્સ'ના લેખક હોવા ઉપરાંત તેઓ એક સફળ બિઝનેસમેન પણ છે. બંને લગભગ 4 વર્ષ સુધી લિવ-ઈન-રિલેશનશિપમાં હતા, બાદમાં તેઓએ લગ્ન કરી લીધા.
તુલિપ ના પતિ વિનોદ નાયરની વાત કરીએ તો તેઓ 1989 થી 1995 સુધી ભારતીય સેનામાં હતા. તે પંજાબ રેજિમેન્ટની 19મી બટાલિયનમાં હતા. આ પછી વિનોદ આર્મી છોડીને મુંબઈ પાછા આવ્યા હતા.
તુલિપના પતિ વિનોદ નાયરે મુંબઈ આવ્યા બાદ પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો. 2007માં તેમણે પોતાની ટ્રેનિંગ એન્ડ મેનેજમેન્ટ કન્સલ્ટિંગ ફર્મ (KIMMAYA) શરૂ કરી. તુલિપ હાલમાં પતિ સાથે મળીને આ 600 કરોડની કંપની સંભાળી રહી છે. તુલિપ આ કંપનીની ડિરેક્ટર છે. તુલિપ જોશી ફિલ્મ ‘મેરે યાર કી શાદી હૈ’થી ઘર-ઘરમાં જાણીતું નામ બની હતી (All Photo Credit: Instagram)