Zareen Khan PHOTO: સિમ્પલ ડ્રેસમાં ગોર્જિયસ લાગી ઝરીન ખાન, જુઓ તસવીરો
Zareen Khan PHOTO: ઝરીન ખાન બોલિવૂડની જાણીતી અભિનેત્રી અને મોડલ છે. તે ઘણા સમયથી લાઈમલાઈટથી દૂર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઝરીન ખાનનો ચહેરો કેટરિના કૈફ સાથે મળતો આવે છે. જેના કારણે તેને ઘણીવાર ટ્રોલીંગનો પણ સામનો કરવો પડ્યો છે.
હેટ સ્ટોરી 3 થી જ ઝરીન ખાનનો બોલ્ડ લુક જોવા મળ્યો હતો. વીર ફિલ્મમાં તે સલમાન ખાન સાથે જોવા મળી હતી.
ઝરીન ખાનનો જન્મ 14 મે 1987ના રોજ મુંબઈમાં એક મુસ્લિમ પશ્તુન (પઠાણ ) પરિવારમાં થયો હતો.
તે હિન્દી, ઉર્દૂ, અંગ્રેજી અને મરાઠી અને કેટલીક પશ્તો ભાષા પણ જાણે છે. તેણે મુંબઈની રિઝવી કોલેજ ઓફ સાયન્સમાં ઇન્ટરમીડિયેટ પૂર્ણ કર્યું છે.
ઝરીન ખાન ડોક્ટર બનવા માંગતી હતી પરંતુ એક્ટિંગમાં આવી ગઈ. તેમની અભિનય કારકિર્દીની શરૂઆત સુભાષ ઘાઈની ફિલ્મ સ્કૂલ વ્હિસલિંગ વુડ્સમાં યુવરાજના સેટની મુલાકાત લઈને થઈ હતી. સલમાન ખાને તેને જોઈ અને તેને તેના મિત્ર અનિલ શર્માની વીર (ફિલ્મ) માટે કાસ્ટ કરવાનું નક્કી કર્યું.