નિક અને પ્રિયંકા એકબીજાને કરે છે બહુ જ પ્રેમ, પહેલીવાર સામે આવી બન્નેની લવ અનસીન તસવીરો, જુઓ.......
મુંબઇઃ બૉલીવુડની દેસી ગર્લ પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ એકદમ શાનદાર કેમેસ્ટ્રી ધરાવે છે, બન્નેની તસવીરો આના પુરાવાઓ આપે છે. આ કપલને બૉલીવુડ નહીં પરંતુ હૉલીવુડમાં પણ સૌથી હૉટ કપલ માનવામાં આવી રહ્યું છે. નિક જોનાસ અને પ્રિયંકા ચોપડા બન્ને એકબીજાને ખુબ પ્રેમ કરે છે, હવે બન્નેની કેટલીક એવી તસવીરો સામે આવી જે છે, તે અનસીન લવ બતાવે છે......
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ તસવીરો ગયા કરવા ચોથની છે, જ્યારે નિકે તેની તસવીરોને સોશ્યલ મીડિયા પર શેર કરી હતી અને આની સાથે લખ્યુ હતુ કે તે બહુજ કિસ્મત વાળો છે. તેની સુંદર પત્ની તેની સાથે ઘરમાં છે.
નિક જોનાસ પહેલી નજરમાં જ પ્રિયંકા ચોપડાને દિલ આપી બેઠો હતો. નિકના ભાઇએ એકવાર ખુલાસો કરતાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે નિકે પ્રિયંકાને પહેલીવાર મેટ ગાલા એવોર્ડમાં જોઇ હતી, અને તેને જોતા જ તે ક્લિન બૉલ્ડ થઇ ગયો હતો.
બાદમાં નિક માટે પ્રિયંકા એટલી બધી ખાસ થઇ ગઇ કે તેના મિત્રોએ તેને પ્રિયંકા સાથે વાત કરવાની સલાહ આપી દીધી હતી. નિકે 8 સપ્ટેમ્બર 2016એ પ્રિયંકાને ટ્વીટર પર ડાયરેક્ટ મેસેજ કર્યો હતો, આ મેસેજમાં તેને લખ્યુ- આપણા કેટલાક મ્યૂચ્યૂઅલ ફ્રેન્ડ્સ કહી રહ્યાં છે કે આપણે મળવુ જોઇએ.
નિકના આ મેસેજ પર પ્રિયંકાએ જવાબ આપતા કહ્યું- તમે મને ટેક્સ્ટ કેમ નથી કરતા, ટ્વીટર પર કરેલા મેસેજ મારી ટીમ વાંચી શકે છે.
આ પછી બન્નેની મુલાકાતોનો સિલસિલો શરૂ થઇ ગયો, નિક અને પ્રિયંકા પહેલીવાર 26 ફેબ્રુઆરી, 2017એ મળ્યા.
પહેલી મુલાકાતમાં જ નિક પ્રિયંકાને મળીને એટલો ખુશ થઇ ગયો હતો કે તેને કહી દીધુ કે તુ અત્યાર સુધી ક્યાં હતી?
ત્રણ વાર ડેટ કર્યા બાદ નિક સમજી ગયો કે પ્રિયંકા જ તે છોકરી છે જેની સાથે તે લગ્ન કરવા માંગે છે. નિકે પ્રિયંકાને પ્રપૉઝ કરવા માટે એક અઠવાડિયા પહેલા જ વીંટી ખરીદી લીધી હતી.
નિકે પ્રિયંકાને ઘૂંટણીયે બેસીને પ્રપૉઝ કર્યો હતો, તેને કહ્યું કે- શું આ રિંગ હુ તારા હાથોમાં પહેરાવી શકુ છુ? શું તુ મારી સાથે લગ્ન કરીને હું દુનિયાનો સૌથી કિસ્મતવાળો શખ્સ બની શકુ છું.
આ મુલાકાતો બાદ પ્રિયંકા પણ નિકના પ્રેમમાં પડી ચૂકી હતી. 45 સેકન્ડની ખામોશી બાદ તેને નિકને હાં કહી દીધુ. 1 ડિસેમ્બર 2018 એ બન્ને હંમેસા માટે એકબીજાના થઇ ગયા.