Pics: સાડીમાં Nora Fatehiનો નવો અવતાર, ગજબ પૉઝ સાથે કરાવ્યુ ખાસ ફોટોશૂટ, જુઓ.......
Nora Fatehi Pics: સ્ટાર ડાન્સર અને એક્ટ્રેસ નોરા ફતેહી ફરી એકવાર ચર્ચામાં છે, નોરા ફતેહી જલદી અજય દેવગન અને રકુલ પ્રીત સિંહની ફિલ્મ 'થેન્ક ગૉડ'માં દેખાશે. પરંતુ આ પહેલા સોશ્યલ મીડિયા પર લાઇમલાઇટમાં આવી ગઇ છે. તેને પોતાના નવા ફોટોશૂટની તસવીરથી ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફિલ્મ 'થેન્ક ગૉડ' (Thank God) માં નોરા ફતેહી (Nora Fatehi) એક આઇટમ નંબરમાં દેખાશે. જેને લઇને એક્ટ્રેસના ફેન્સ પણ ખુબ ઉત્સાહિત છે.
નોરા ફતેહી ફિલ્મ પડદી ઉપરાંત સોશ્યલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે. એક્ટ્રેસે ઓરેન્જ સાડીમાં પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરીને ફેન્સના દિલી જીતી લીધા છે.
નોરાનો આ લૂક ખરેખરમાં એકદમ સુંદર અને સેક્સી લાગી રહ્યો છે. આ તસવીરો ખુબ વાયરલ થઇ છે અને તેના પર જબરદસ્ત કૉમેન્ટ અને લાઇક્સ આવી રહી છે.
નોરા ફતેહી હિન્દી ઉપરાંત દક્ષિણ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. બૉલીવુડ ફિલ્મોમાં નોરાને નાના મોટા રૉલ ઉપરાંત આઇટમ સૉન્ગ ઓફર થાય છે.
નોરાના ચાહકોની સંખ્યા ખુબ મોટી છે, તેના ડાન્સ ઉપરાંત ગ્લેમરસ લૂકના લાખો દિવાના છે. તેનુ ઇન્સ્ટાગ્રામ આ વાતનો પુરાવો છે.
'થેન્ક ગૉડ' ઉપરાંત '100 ટકા'માં નોરા ફતેહી દેખાશે. આ ફિલ્મમાં તેનો લીડ રૉલ જોવા મળશે.
નોરા ફતેહી (Nora Fatehi) પણ તે સિલેક્ટેડ ચહેરાઓમાંની એક છે જેને 'બિગ બૉસ'થી ઓળખ હાંસલ કરી છે. આ શૉની સિઝન 9માં એક્ટ્રેસ દેખાઇ હતી, અને જબરદસ્ત ચર્ચામાં રહી હતી.