Photos : દીયા મિર્ઝાએ ફરી એકવાર દુલ્હન બનીને ધડકાવ્યુ ફેન્સનુ દિલ, મોંઘો લેંઘો અને હેવી જ્વલેરીમાં શાનદાર લૂક વાયરલ
મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી દીયા મિર્ઝા (Dia Mirza)નો લેટેસ્ટ ટ્રેડિશન લૂક હાલ ખુબ ચર્ચામાં છે. દીયાનો ગુલાબી લેંઘો દરેકને ખુબ પસંદ આવી રહ્યો છે અને ફેન્સ આ લૂકને કૉપી પણ કરી રહ્યાં છે. આવામાં જો તમે પણ જો દીયા મિર્ઝાના આ લૂકને અપનાવવા માંગતા હોય તો આગળની સ્લાઇડ્સમાં જુઓ આની ડીટેલ્સ............
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદીયા મિર્ઝાએ જાણીતી ડિઝાઇનર અનીતા ડોંગરે માટે રેમ્પ વૉક કર્યુ હતુ. જ્યાં અભિનેત્રી ગુલાબી રંગના લેંઘામાં જોવા મળી, અને તેને લીલા રંગના ભારે ઘરેણાંની સાથે પોતાના લૂકને પુરો કર્યો હતો. દીયાએ પોતાના સોશ્યલ મીડિયા પર લેંઘા વિશે વિસ્તારથી જાણકારી શેર કરી છે.
તસવીરોને શેર કરતાં અભિનેત્રી દીયા મિર્ઝાએ કેપ્શનમાં લખ્યું- આ સુંદર @grassrootbyanitadongre @anitadongre માં વર્ક મૉડ. આ લાલ રેશમના લેંઘાને બાંધણી ગાંઠોથી બનાવવામાં આવ્યો છે. પેટર્નને ગોટા પટ્ટી અને શિલ્પની સાથે હાઇલાઇટ કરવામાં આવ્યો છે, અને સાથે જ આને સિક્વિનની સાથે સજાવવામાં આવ્યો છે. આમાં જરદોસી અને ડોરી પેટર્નના ખિસ્સા લાગેલા છે. કારીગરો અને પ્રાચીન શિલ્પની વિરાસતને આગળ લઇ જવા માટે એક શરૂઆત.....
આની સાથે જ દીયિા મિર્ઝાએ પોતાના આ લૂકને પુરો કરવા માટે ડાર્ક અને શાઇની મેકઅપ કર્યો. દીયા મિર્ઝાના મેસી હેયરસ્ટાઇલ પણ આ લૂક પર પરફેક્ટ શોભી રહ્યો છે.
વળી, દીયા મિર્ઝાની આ ચોળીની વાત કરીએ તો ડીપ વી નેક ચોળી આ લૂકમાં ચાર ચાંદ લગાવી રહી છે.
દીયા મિર્ઝાને કૉસ્ચ્યૂમ ડિઝાઇન તથા સ્ટાઇલિસ્ટ થિયા ટેકચંદનએ સ્ટાઇલ કર્યો હતો, આ લેંઘાની કિંમત 3,04,000 રૂપિયા છે.