Photos: મોડલોને ટક્કર મારે તેવી છે ન્યુઝીલેન્ડના ભારતીય મૂળના ક્રિકેટર રચિનની ગર્લફ્રેન્ડ, જુઓ તસવીરો
કાનપુરમાં રમાઈ રહેલી ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા તરફથી શ્રેયસ અય્યર અને ન્યૂઝીલેન્ડ તરફથી રચિન રવિન્દ્રએ ડેબ્યુ કર્યું છે. ભારતીય મૂળનો આ ખેલાડી ડાબોડી સ્પિનર છે. તેને ન્યૂઝીલેન્ડ ક્રિકેટનો ભાવિ સ્ટાર સ્પિનર માનવામાં આવે છે. તેનું નામ ભારતના પૂર્વ સ્ટાર ક્રિકેટર સચિન તેંડુલકર અને વર્તમાન કોચ રાહુલ દ્રવિડના નામ પરથી પાડવામાં આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરચિન રવિન્દ્રની ગર્લફ્રેન્ડનું નામ પ્રેમિલા મોરાર છે. તે ઘણી ગ્લેમરસ છે. ઈન્સ્ટાગ્રામ બાયો પ્રમાણે પ્રેમિલા ફેશન ડિઝાઇનર છે.
પ્રેમિલા ઓકલેન્ડ રહેવાસી છે. પ્રેમિલાનો જન્મ 22 નવેમ્બર,2000ના રોજ થયો છે. તે ઉંમરમાં રચિનથી આશરે એક વર્ષ નાની છે.
પ્રેમિલા મોરારને ક્રિકેટમાં વધારે રસ નથી પરંતુ તેના બોયફ્રેન્ડ રચિન રવિન્દ્રના કારણે જેન્ટલમેન ગેમ પર ધ્યાન આપવા લાગી છે. ર
રચિન રવિન્દ્ર ભારતના બેંગલુરુ શહેર સાથે સંબંધ ધરાવે છે. રચિન અને પ્રેમિલા એક વર્ષથી ડેટ કરે છે.
બંનેની ઈન્સ્ટા તસવીરો ફેન્સને ખૂબ પસંદ પડે છે. બંને સમયાંતરે સોશિયલ મીડિયા પર તસવીરો અને ડેટની તસવીરો શેર કરે છે
રચિનના માતાનું નામ દીપા ક્રિષ્નામૂર્તિ અને પિતાનું નામ રવિ ક્રિષ્નામૂર્તિ છે. રચિનના નામની કહાની પણ અનોખી છે. તેની શરૂઆત સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડના નામના અક્ષરોથી મળીને થાય છે. રાહુલમાંથી Ra અને સચિનમાંથી Chin લઈને Rachin નામ રાખવામાં આવ્યું છે.
તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ