'ના મોતિયો કી હાર ના કજરે કી ધાર' ફેમ એક્ટ્રેસનો સિમ્પલ લૂક વાયરલ, અનારકલી સૂટમાં જોઇને ફેન્સ પણ ચોંક્યા, જુઓ.
Divya Khosla Pics: બૉલીવુડની સુંદર હીરોઇન દિવ્યા ખોસલા કુમાર આજકાલ ફરીથી ચર્ચામાં આવી છે, દિવ્યા ખોસલા કુમાર પોતાની અદાઓથી ફેન્સના દિલ ધડકાવી રહી છે. તે ટી-સીરીઝ મ્યૂઝિક કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર ભૂષણ કુમારની પત્ની છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબૉલીવુડની બ્યૂટીફૂલ એક્ટ્રેસ દિવ્યા ખોસલા કુમાર (Divya Khosla Kumar) હાલમાં પણ એકદમ ફિટ અને સુંદર છે, હાલમાં જ એક્ટ્રેસની નવી તસવીરો વાયરલ થઇ છે, જે ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.
એક્ટ્રેસ દિવ્યા ખોસલા કુમાર પોતાની પ્યૉર મિલ્ટી બ્યૂટી માટે જાણીતી છે. તે જ્યાં જાય છે, ત્યાં પૈપરાજી તેની ઝલક કેમેરામાં કેદ કરી લે છે.
તાજેતરમાં જ દિવ્યા ખોસલા કુમાર પોતાના પતિ અને ટી-સીરીઝના માલિક ભૂષણ કુમારની સાથે મુંબઇની ઓફિસ બહાર સ્પૉટ થઇ હતી.
આ દરમિયાન દિવ્યા ખોસલા કુમાર પિન્ક કલરના ફ્લૉરલ અનારકલી સૂટમાં એકદમ સિમ્પલ અને સૉબર અંદાજમાં દેખાઇ હતી.
તસવીરોમાં દિવ્યા ખોસલા કુમારે એકદમ મિનિમલ મેકઅપ કરેલો છે. પોતાના લૂકને તેમને કાનોમાં ઝૂમકાં, હાથોમાં વાદળી બંગડીઓ પહેરીને પુરો કર્યો છે.
દિવ્યા ખોસલા કુમારની આ હસીન તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ છે, દિવ્યા ખોસલા કુમારે બૉલીવુડની પસંદગીની ફિલ્મોમાં કામ કર્યુ છે, અભિનયની સાથે સાથે તે નિર્દેશન અને પ્રૉડક્શનના ક્ષેત્રે પણ હાથ અજમાવી ચૂકી છે.
'અબ તુમ્હારે વતન સાથિયો'થી બૉલીવુડમાં પગ મુકનારી દિવ્યા ખોસલા કુમાર છેલ્લીવાર ફિલ્મ 'સત્યમેવ જયતે 2'માં જોવા મળી હતી.