સાત દાયકાથી કચ્છનો આ મુસ્લિમ પરિવાર બનાવી રહ્યો છે ઈકોફ્રેન્ડલી ગરબા
Navratri Celebration: કચ્છની કચ્છી ગમે તે વસ્તુ હોય એ આખા દેશમાં વખણાતી હોય છે. નવલા નોરતાના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કચ્છી ગરબા નવા રંગ રૂપમાં આ વખતે બજારમાં આવી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકચ્છમાં મુસ્લિમ પરિવાર પરંપરાગત કુંભાર કારીગરી સાથે સંકળાયેલો છે.
મુસ્લિમ પરિવારો નવરાત્રીના પવિત્ર તહેવાર દરમિયાન ગરબા બનાવી રોજગારી મેળવી રહ્યા છે.
નવરાત્રીના ત્રણ મહિના અગાઉ ગરબા બનાવવાની તૈયારીઓ શરુ કરવામાં આવે છે.
સમયની સાથો સાથ અવનવી ડીઝાઇન કલરકામ તેમજ કચ્છી મડવર્ક કરી ગરબા શણગારવામાં આવી રહ્યા છે.
પર્યાવરણને નુકશાન ન થાય તે માટે ગરબા પર પ્રાકૃતિક રંગ વાપરવામાં આવે છે.
અલી મહમદનો પરિવાર સાત દાયકાથી કુંભારના કામ સાથે જોડેલા છે અને તેવો સાત દાયકાથી ગરબા અને ભગવાનની મૂર્તિ સહિત માટીની વસ્તુ બનાવે છે.
અલીમામદ ભાઈએ આપણા દેશના વડા પ્રધાન મોદીનું પણ આર્ટિસ્ટ બનાવ્યું હતું અને તેમને અર્પણ કર્યું હતું.