Upcoming : દિવાળી પર લોકોને મનોરંજન કરાવવા આવી રહી છે આ દમદાર વેબ સીરીઝથી લઇને ફિલ્મો, જુઓ લિસ્ટ...........

Girgit: દિવાળીથી કંઇક દિવસ પહેલા ગિરગિટ વેબ સીરીઝ એમએક્સ પ્લેયર પર એન્ટ્રી કરવા જઇ રહી છે. આ એક ક્રાઇમ ડ્રામા સીરીઝ છે, જે 27 ઓક્ટોબરે રિલીઝ થશે. સીરીઝમાં તૃપ્તિ ખામકર, નકુલ રોશન સહદેવ, તાનિયા કાલરા અને અશ્મિતા જગ્ગી લીડ રૉલમાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
Aafat E Ishq: જો રૉમેન્ટિક ફિલ્મોના દિવાના છો તો આફત એ ઇશ્ક તમને ખુબ સારી લાગશે, એક બેસ્ટ ઓપ્શન સાબિત થઇ શકે છે. આ નેહા શર્મા, દીપક ડોબરિયા, અમિત સિયાલ, નમિત દાસ અને ઇલા અરુણ જેવા દિગ્ગજ કલાકારોથી સજેલી ફિલ્મ છે. આ 29 ઓક્ટોબરે રિલીઝ થશે.

Hum Do Hamare Do: 29 ઓક્ટોબરે જ કૃતિ સેનન અને રાજકુમાર રાવની હમ દે હમારે દો રિલીઝ થશે. ફિલ્મએ ઓટીટી પ્લેટફોર્મ હૉટસ્ટાર પર જોઇ શકો છો. આ એક રોમેન્ટિક કૉમેડી ડ્રામા છે.
Sooryavanshi: અક્ષય કુમાર અને કેટરીના કૈફ જેવા સ્ટારથી સજેલી ફિલ્મ સૂર્યવંશી દીવાળી પર ધમાકા કરવા માટે પુરેપુરી તૈયાર છે. ખાસ વાત એ છે કે, આ ફિલ્મ થિયેટર્સમાં રિલીઝ થશે, એટલે કે એક્શનના ડૉઝ તમે મોટા પદડા પર જોઇ શકશો.
Meenakshi Sundareshwar: રોમાન્ટિક કૉમેડી ડ્રામા મિનાક્ષી સુંદરેશ્વરમાં સાન્યા મલ્હોત્રાની સાથે અભિમન્યૂ દસાની હશે. આ એક લૉન્ગ ડિસ્ટન્સ મેરેજ પર આધારિત ફિલ્મ છે.