ફરી એકવાર વિચિત્ર કપડાં પહેરીને રસ્તાં પર ફરતી દેખાઇ આ યુવા હસીના, કેમેરામાં કેદ થઇ અજીબોગરીબ તસવીરો
મુંબઇઃ બિગ બૉસ ઓટીટી (Bigg Boss OTT)માં એક કન્ટેસ્ટન્ટ તરીકે સામેલ થયેલી એક્ટ્રેસ ઉર્ફી જાવેદ (Urfi Javed) ગણતરીના દિવસોમાં જ શૉમાંથી બહાર થઇ ગઇ હતી, પરંતુ તેને સમાચારોમાં ચમકી રહેવા માટે નવો રસ્તો શોધી કાઢ્યોછે. ઉર્ફી જાવેદ હવે પોતાના વિચિત્ર અને અજીબોગરીબ કપડાંના કારણે ચર્ચામાં આવવા લાગી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાજેતરમાં જ ઉર્ફી જાવેદને ફરી એકવાર વિચિત્ર-અજીબોગરીબ લૂકમાં સ્પૉટ કરવામાં આવી છે. તે મુંબઇમાં એક રેસ્ટૉરન્ટની બહાર ફોટોગ્રાફર્સને પૉઝ આપતી દેખાઇ. આ દરમિયાન ઉર્ફી જાવેદે કંઇક એવા કપડાં પહેરેલા હતા કે લોકો જોઇને ચોંકી ગયા.
ઉર્ફી જાવેદ ડેનિમ ઓન ડેનિમ લૂકમાં દેખાઇ, એટલે કે તેને એવો ડેનિમ ડ્રેસ પહેરેલો હતો જેમાં બીજુ એક ડેનિમ ફાટેલી ડિઝાઇન વાળુ હતુ. જ્યાંથી ઉર્ફી થાઇ દેખાઇ રહી હતી, અને બાકીનો ફાટેલો ભાગ નીચે લટકી રહ્યો હતો આની સાથે જ એક્ટ્રેસે વાઇટ બ્રાલેટ પહેરેલો અને પોતાનુ ફિગર જોરદાર રીતે બતાવ્યુ.
ઉર્ફી જાવેદનો આ હટકે અંદાજ કેમેરામાં કેદ કરવા માટે ફોટોગ્રાફર્સ રેસ્ટૉરન્ટની બહાર ભેગા થઇ ગયા હતા. ઉર્ફીએ પણ કોઇને નિરાશ ના કર્યા અને તેમનો જોરદાર પૉઝ આપ્યા.
મુંબઇના રસ્તાંઓ પર આ રીતે નીકળેલી ઉર્ફી જાવેદ આકર્ષણનુ કેન્દ્ર બની ગઇ અને દરેક કોઇ તેનો આ અતરંગી અંદાજ નીહાળતા રહી ગયા.
ઉર્ફી જાવેદની કેરિયરની વાત કરીએ તો તેમને સીરિયલ બડે ભાયા કી દુલ્હનિયાથી શરૂઆત કરી હતી. આ પછી તે બેપનાહ, સાત ફેરો કી હેરા ફેરી, મેરી દુર્ગા, ચંદ્ર નંદિની જેવી ટીવી સીરિયલોમાં પણ કામ કરી ચૂકી છે.
25 વર્ષની ઉંમરમાં ઉર્ફી જાવેદ બિગ બૉસ ઓટીટીમાં કોઇ ખાસ કમાલ ન હતી કરી શકી અને પહેલા અઠવાડિયામાં જ તેને બહારનો રસ્તો જોવો પડ્યો હતો.