જેના મોતની અફવાએ ચર્ચા જગાવી એ પોર્ન સ્ટાર મિયાએ હોટ દેખાવા કેટલા કરોડ ખર્ચીને કરાવેલી બ્રેસ્ટ સર્જરી ?
ભૂતપૂર્વ એડલ્ટ સ્ટાર મિયા ખલીફાના અચાનક મૃત્યુના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. મિયાના ચાહકો ચોંકી ગયા કે આખરે એવું તો શું થયું. જે બાદ મિયા ખલીફાએ મૃત્યુના સમાચારને ખોટા ગણાવ્યા, ત્યારે ચાહકોએ રાહતનો શ્વાસ લીધો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમિયા ખલીફાએ તેના લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં જણાવ્યું છે કે પોર્ન ઈન્ડસ્ટ્રીની માંગ પ્રમાણે તેણે પોતાનામાં કેટલાક ફેરફાર કર્યા છે, જેમાંથી એક બ્રેસ્ટ સર્જરી છે.
એક વીડિયોમાં મિયા ખલીફાએ તેના સ્તન નકલી હોવાનું જણાવ્યું છે. મિયાના કહેવા પ્રમાણે, સર્જરી પછી તેના સ્તનો વાસ્તવિક નથી. વીડિયોમાં મિયા ખલીફાએ જણાવ્યું છે કે તેણે પોતાની બ્રેસ્ટ સર્જરી માટે 9 લાખ રૂપિયા ખર્ચ્યા છે. આ રકમ જાણીને લોકો પરેશાન અને ચોંકી ઉઠ્યા છે.
28 વર્ષની મિયા ખલીફાને પોર્ન ઈન્ડસ્ટ્રીના મોટા ચહેરા તરીકે ઓળખવામાં આવતી હતી, પરંતુ હવે તેણે તેનાથી દૂરી બનાવી લીધી છે. મિયાના હિજાબ સેક્સ સીનને આતંકી સંગઠન ISIS તરફથી ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી.
આ પહેલીવાર નથી કે જ્યારે પોર્ન સ્ટારના મોતની અફવા ઉડી હોય. આ પહેલા વર્ષ 2020માં પણ એડલ્ટ સ્ટારના મૃત્યુના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. એક ટ્વિટમાં લખ્યું હતું: ખૂબ જ આઘાતજનક. મિયા ખલીફાએ આત્મહત્યા કરી. RIP #miakhalifa.
થોડા મહિના પહેલા ભારતમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને સમર્થન આપતા ટ્વીટ કર્યા હતા.
તમામ તસવીર સૌજન્યઃ મિયા ખલીફા ટ્વીટર