Budget 2022: કોફી કલરની સાડીમાં બજેટ રજૂ કરી રહ્યાં છે નિર્મલા સીતારમણ, જુઓ 2019થી અત્યાર સુધીની તસવીરો
2020માં તે યેલો સિલ્ક સાડીમાં સંસદ ભવન પહોંચ્યાં હતા. તે પહેલા 29 જાન્યુઆરીએ વસંત પંચમી મનાવાય હતી,તેથી વાંસતી કલરને તેમણે પ્રીફર કર્યો હતો. આ સમયે બધાએ તેના લૂકની પ્રશંસા કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોના કાળ 2021માં તેઓએ લાલ બોર્ડરવાળી ક્રિમ સ્લિક સાડી પ્રીફર કરી હતી. આ સમયનું તેમની બજેટ સ્પીચ ગત 2 વર્ષ કરતા ખૂબ જ નાની હતી. તેમણે એક કલાક 49 મિનિટમાં બજેટ રજૂ કર્યું હતું.
નિર્મલા સીતારમણનું આ ચોથું બજેટ છે.આ પહેલા તે ત્રણ બજેટ રજૂ કરી ચૂક્યાં છે.આ વખતે તેમની સાથે અનુરાગ ઠાકુર નહી જોવા મળે. જે છેલ્લા ત્રણ બજેટમાં તેમની સાથે હતા. તેમને હવે સૂચના પ્રસારણની કમામ સોપાઇ છે.
નાણામંત્રી નિર્મલા સીતા રમણે 2019માં પહેલું બજેટ રજૂ કર્યુ હતું.ત્યારે તેઓ પિન્ક સિલ્ક સાડીમાં જોવા મળ્યાં હતા. તે દિવસે દેશના ઇતિહાસમાં એક નવો અધ્યાય જોડાયો.કારણ કે ઇન્દા ગાંધીના 1070ના બેજટ ભાષણ બાદ પહેલી વખત કોઇ મહિલાએ નાણામંત્રી તરીકે બજેટ રજૂ કર્યું.
નાણામંત્રી નિર્મલા સીતારમણએ લાલ કપડામાં બજેટના દસ્તાવેજને બાંધવાની પરંપરા પણ બનાવી રાખી હતી. આ સાથે તે લાલ બેગમાં પણ સાથે લાવી હતી. તેમની બજેટ સ્પીચ 2 કલાક 42 મિનિટની હતી.