Photos : દુબઇમાં મસ્તી કરતી ખુશી કપૂરે શેર કરી પોતાની બિકીની તસવીરો, ફેન્સ પણ થયા પાગલ.........
મુંબઇઃ બૉલીવુડના જાણીતા નિર્માતા અને નિર્દેશકની દીકરી અને એક્ટ્રેસ જ્હાન્વી કપૂર આજકાલ વેકેશન એન્જૉય કરી રહી છે. તે પોતાની બહેન ખુશી કપૂરની સાથે દુબઇમાં રજાઓનો આનંદ લઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆવામા તાજેતરમાં જ શ્રીદેવી અને બોની કપૂરની નાની દીકરી ખુશી કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જે સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે.
ખુશીએ એક પછી એક ત્રણ તસવીરો શેર કરી છે, જેમાં તે ચેક સ્ટાઇલ બિકીની અને મેચિંગ હેટ પહેરીને દેખાઇ રહી છે. તેને બ્લૂ ડેનિમ શોર્ટ્સની સાથે પોતાના લૂકને પરફેક્ટ બનાવ્યો હતો.
ખુશી કપૂરનો આ સુંદર અંદાજ જોઇને ફેન્સ સોશ્યલ મીડિયા પર તેની જબરદસ્ત પ્રસંશા કરી રહ્યાં છે, વળી, તેની આ આ તસવીરો શેર કરતા ખુશીએ કેપ્શનમાં લખ્યું- 99 સમસ્યાઓ પરંતુ સમુદ્ર તટ એક નથી.........
આ પહેલા ખુશી કપૂરે રણપ્રદેશની વચ્ચે ડેઝર્ટ સફારીની મજા લીધી હતી. ખુશી અને જ્હાન્વીની આની કેટલીક તસવીરો સામે આવી હતી. બન્ને બહેનો હાલ ખુબ એન્જૉય કરી રહી છે.