Ekta Kapoor House: મહલથી પણ અદભૂત છે એકતા કપૂરનું આશિયાના,જુઓ લક્ઝરી હાઉસની Inside Photos
Ekta Kapoor House: બોલિવૂડ એક્ટર જિતેન્દ્રની દીકરી એકતાએ સખત મહેનત કરીને સફળતાનું તે સ્થાન હાંસલ કર્યું છે. જ્યાં પહોંચવું દરેકની ક્ષમતામાં નથી. એકતાના આલીશાન ઘરની શાનદાર તસવીર નિહાળીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનાના પડદા માટે ઘણી યાદગાર સિરિયલો બનાવનાર એકતા કપૂર બાલાજી ટેલિફિલ્મ્સના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર છે.
એકતા તેના પરિવાર સાથે મુંબઈના પોશ વિસ્તારમાં એક આલીશાન મકાનમાં રહે છે. જેની તસવીરો તે સોશિયલ મીડિયા પર પણ ઘણી વખત શેર કરી ચૂકી છે.
એકતાનું આ આલીશાન ઘર સંપૂર્ણપણે સફેદ થીમ પર ડેકોરેટ કરેલ છે. જે તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ છે.
આ એકતાના ઘરનો લિવિંગ રૂમ છે. જ્યાં સફેદ સોફા છે અને તેની પાછળ દિવાલ પર એકતાનું મોટું પેઇન્ટિંગ છે.
આ લિવિંગ એરિયાનો બીજો ખૂણો છે. જ્યાં આપને ગ્લાસનું ડિઝાઇનર ટેબલ જોવા મળે છે.
ઘરની એક દીવાલ પર ફેમિલી ફોટો લગાવ્યો છે. જ્યાં તમને તેના પિતા અને અભિનેતા જિતેન્દ્રની તસવીર પણ જોવા મળશે.
આ સાથે તમને એકતાના ઘરમાં માર્બલ ફ્લોરિંગ અને ઘણી દિવાલો પર સુંદર વૉલપેપર્સ પણ જોવા મળશે.
એકતાએ ઘરમાં પોતાની એક નાનકડી ઓફિસ પણ બનાવી છે. જેની તસવીરો પણ તે ઘણી વખત શેર કરી ચૂકી છે.