બે મહિના બાદ જેલમાંથી બહાર નીકળ્યો રાજ કુન્દ્રા, આંખોમાં આસુ સાથે મીડિયાને જોઇને પકડી લીધુ માથુ, જુઓ તસવીરો........
મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને જાણીતી બિઝનેસમેન રાજ કુન્દ્રા પુરા 61 દિવસ બાદ પોર્નોગ્રાફી કેસમાં જેલમાંથી બહાર આવ્યો છે. બે મહિના બાદ બહાર આવ્યા બદા રાજ કુન્દ્રા એકદમ ભાવુક અને કમજોર દેખાઇ રહ્યો છે. તેની આ તસવીરો સોશ્યલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેલની બહાર આવતા જ રાજ કુન્દ્રાને પૈપરાજી અને બહાર ઉભા રહેલા મીડિયા પર્સને ઘેરી લીધો. આ દરમિયાન રાજ કુન્દ્રા પોતાનુ માથુ પકડેલો દેખાયો હતો.
આની સાથે જ રાજ કુન્દ્રા આ દરમિયાન કમજોર દેખાયો. રાજની આ તસવીરો બે મહિના પહેલા છે, જ્યારે તેની આ કેસમાં ધરપકડ થઇ હતી.
વળી, કાલે આ તસવીરોમાં રાજ કુન્દ્રા એકદમ કમજોર અને પરેશાન દેખાઇ રહ્યો છે.
કલાકાર રાજ કુન્દ્રા પોર્ન ફિલ્મોના નિર્માણના કારણે જેલમાં બંધ હતો, પોલીસના રિપોર્ટ અનુસાર રાજ કુન્દ્રા ભારતમાં પોર્ન ફિલ્મોનુ નિર્માણ કરે છે.
મુંબઇ પોલીસે લગભગ બે મહિના પહેલા રાજ કુન્દ્રાની ધરપકડ કરી લેવામા આવી હતી. આ પછી હવે તેને જામીન મળ્યા છે.
રાજ કુન્દ્રા જેમ તેમ પોતાની કારમાં પહોંચ્યો, આ પછી તે ખુબજ ભાવુક અને પરેશાન દેખોય હતો.