Wedding Album: મેહંદીથી માંડીને ફેરા સુધીની યામી ગૌતમી અને આદિત્ય ધરના લગ્નની ખૂબસૂરત તસવીરો જુઓ
બોલિવૂડ એકટ્રેસ યામી ગૌતમી અને ફિલ્મ ડાયરેક્ટર આદિત્ય ધર લગ્ન સૂત્રથી બંધાયા. બંનેએ અચાનક જ લગ્ન કરીને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીને ચોંકોવી દીધા છે. સોશિયલ મીડિયા પર તેમની મેરેજ સેરેમનીની કેટલીક તસવીરો સામે આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયામીની હલ્દીની રશ્મની તસવીર સામે આવી છે. આ સમયે યામીએ પીળો ડ્રેસ પહેર્યો હતો. જેમાં તે ખૂબ જ સુંદર દેખાઇ રહી હતી. યામીની બહેન સુરીલી તેમને હલ્દી લગાવતી જોવા મળે છે.
યામી અને આદિત્યએ સોશિયલ મીડિયા દ્રારા તેમના લગ્નની જાણકારી આપી હતી.તેમણે જણાવ્યું હતું કે, અમે એકબીજીને જીવન સાથી તરીકે પંસદ કર્યાં છે અને એક નવી જર્નિ શરૂ કરી રહ્યાં છીએ.
લગ્નમાં યામીની બહેન સુરુલીએ ખૂબ મસ્તી કરી હતી. બંને બહેનોની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે.
ભારી ભરખમ વેડિંગ ડ્રેસના બદલે યામીએ રેડ સાડી પ્રીફર કરી હતી. તે સિમ્પલ લૂકમાં પણ બેહદ ખૂબસૂરત દેખાતી હતી. તે દુલ્હા રાજા આદિત્ય સાથે ખૂબ જ સુંદર દેખાતી હતી
બંનેએ ખૂબ જ સિક્રેટ રીતે હિમાચલના મંડીમાં ગોહર ગામમાં લગ્ન કરી લીઘા
આ તસવીરમાં યામી અને આદિત્ય તેમના પરિવાર સાથે જોવા મળી રહ્યો છે. સૂત્રો દ્રાર મળતી માહિતી મુજબ લગ્નમાં માત્ર આટલા જ લોકો જોવા મળ્યાં હતા.
કપલની આ તસવીર ફેરા સમયની છે.તસવીરો જોઇને એ કહી શકાય કે લગ્ન દરમિયાન એકબીજાના ચહેરા પરથી બંનેની નજર ન હતી હટતી.
યામીના લગ્ન બાદની આ પહેલી તસવીર સામે આવી છે, તેમાં તે ગ્રીન સાડીમાં ખૂબ ખૂબસૂરત અને ખુશ જોવા મળી રહી છે.