Madhuri Photos: પિન્ક શરારા સેટમાં એક્સપ્રેશન ક્વિન માધુરી દિક્ષિતે બિખેર્યો જલવો, જાણો કેટલી છે આ આઉટફિટની કિંમત
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ માધુરી દિક્ષિત હંમેશા પોતાની લૂક્સ અને આઉટફિટને લઇને ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ તેને ઇન્સ્ટાગ્રામ પર પિન્ક શરારા પહેરેલી કેટલીક તસવીરો શેર કરી છે. સોશ્યલ મીડિયા પર આ શરારાની કિંમતને લઇને ખુબ ચર્ચા થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, માધુરી આ સમય ડાન્સિંગ રિયાલિટી શૉ 'ડાન્સ દિવાને 'માં જજની ભૂમિકા નિભાવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાધુરીના આ આઉટફીટની સોશ્યલ મીડિયામાં ખુબ ચર્ચા થઇ રહી છે.
રિપોર્ટ્સ અનુસાર, આ શરારા સેટની કિંમત 85,000 રૂપિયા છે, આ શરારા સેટ ચંદેરીથી બનેલો છે.
માધુરીએ શરારા સેટની સાથે હેવી જ્વેલરી પહેરેલી હતી, જેનાથી તેનો લૂક વધુ નિખરી રહ્યો હતો.
માધુરી સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને સમય સમય પર ફેન્સની સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
તાજેતરમાં જ માધુરીએ આ આઉટફિટ યૂઝ કર્યો હતો, આ તસવીર સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ છે.