Death Rumours: પૂનમ પાન્ડે પહેલા આ 5 હીરો-હીરોઇનની પણ ઉડી હતી મોતની અફવા, ફેન્સ પણ ચોંક્યા'તા........
Film Stars Death Rumours: પૂનમ પાંડેએ 3 ફેબ્રુઆરીએ તેના મૃત્યુની અફવાઓને નકારીને તેનો વીડિયો શેર કર્યો હતો. તેમણે સર્વાઇકલ કેન્સર વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે આ અભિયાનને સસ્તો પ્રચાર સ્ટંટ ગણાવ્યો હતો. તેણે જાણીજોઈને તેના નિધનની અફવાઓ ફેલાવી, જેમાં તેની ટીમનો સમાવેશ થાય છે, જો કે તેના પહેલા, કેટલાક મોટા બોલીવુડ સ્ટાર્સના મૃત્યુની અફવાઓએ ચાહકોને નિરાશ કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબૉલીવૂડના ઘણા સ્ટાર્સ તેમના નિધનના ફેક ન્યૂઝથી તંગ આવી ગયા છે. આ સમાચાર ઇન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ થાય છે, જેના કારણે તેના ચાહકો ચોંકી જાય છે અને પરેશાન થાય છે. તાજેતરમાં સર્વાઇકલ કેન્સરને કારણે પૂનમ પાંડેના મૃત્યુના નકલી સમાચારે તેના ચાહકોને હેરાન -પરેશાન કર્યા હતા, જે અભિનેત્રીએ ખુદ ફેલાવ્યા હતા. ચાલો જાણીએ એવા સ્ટાર્સ વિશે જે ફેક ડેથ ન્યૂઝનો શિકાર બની ચૂક્યા છે.
અમિતાભ બચ્ચનના નિધનના ખોટા સમાચારથી તેમના ચાહકો એક સમયે પરેશાન થઈ ગયા હતા. અમેરિકામાં એક કાર અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું હોવાની અફવા હતી. ત્યારપછી બિગ બી સોશિયલ મીડિયા પર આવ્યા અને તેમના નિધનના ખોટા સમાચારને નકારી કાઢ્યા અને ચાહકોને તેમના સ્વાસ્થ્ય વિશે જાણકારી આપી હતી.
શાહરૂખ ખાનના નિધનની અફવાઓએ તેના ચાહકોને ઘણી વખત પરેશાન કર્યા છે. પ્લેન ક્રેશને કારણે તેમના મૃત્યુની અફવાએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એકવાર શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાનના જન્મદિવસના થોડા કલાકો પછી તેના નિધનની અફવાઓ આવી જેનાથી તેના ચાહકો ખૂબ જ દુઃખી થયા હતા. (તસવીર સૌજન્ય: Instagram@iamsrk)
રજનીકાંત પણ તેમના નિધનના ફેક ન્યૂઝનો શિકાર બન્યા છે. ત્યારબાદ સુપરસ્ટારની પીઆર ટીમ આગળ આવી અને સ્પષ્ટતા કરી કે તે અમેરિકામાં રજાઓ માણી રહ્યાં છે અને તેની તબિયત બિલકુલ ઠીક છે. (તસવીર સૌજન્ય: Instagram@rajinikanth)
એકવાર માધુરી દીક્ષિત વિશે એવી અફવા હતી કે તેનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું છે, જેના કારણે તેના ચાહકો આઘાતમાં અને પરેશાન હતા. અભિનેત્રીએ ફરી ટ્વીટર પર જઈને તેની તબિયત વિશે જાણકારી આપી અને તેના વિશે ચિંતા કરવા બદલ ચાહકોનો આભાર માન્યો હતી. (તસવીર સૌજન્ય: Instagram@madhuridixitnene)
આયુષ્માન ખુરાના વિશે એક વખત નકલી સમાચાર આવ્યા હતા કે સ્વિટ્ઝર્લેન્ડમાં સ્નોબોર્ડિંગ કરતી વખતે તેનો અકસ્માત થયો હતો, જેમાં તેનું મૃત્યુ થયું હતું. અભિનેતા ફરીથી ઇન્સ્ટાગ્રામ પર આવ્યો અને અફવાઓને નકારી કાઢી હતી. (તસવીર સૌજન્ય: Instagram@ayushmannk)