PC Fitness Secret:પ્રિયંકા ચોપરાની સદાબહાર ખૂબસૂરતીનું રાજ છે આ ફિટનેસ રૂટીન, એક્ટ્રેસે શેર કર્યો બ્યુટી મંત્ર
Priyanka Chopra Fitness Secret: શું તમે પણ બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા જેવું પરફેક્ટ ફિગર રાખવા માંગો છો, તો આજે અમે તમને તેના ફિટનેસ સિક્રેટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને તમે પણ ફોલો કરી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલિવૂડમાં જ્યારે પણ કોઈપણ ફિટ અને ફિટનેસ ફ્રીક સેલિબ્રિટીનો ઉલ્લેખ કરવામાં આવે છે, તો તેમાં દેશી ગર્લ પ્રિયંકા ચોપરાનું નામ ચોક્કસથી લેવામાં આવે છે.
જે પોતાના પરફેક્ટ ફિગરથી લોકોને ફિટનેસના ગોલ આપે છે. જો તમે પણ ઈચ્છો છો કે તમારું ફિગર પ્રિયંકા ચોપડા જેવું બને, તો અમે તમને દેશી ગર્લનો ફિટનેસ મંત્ર જણાવીએ છીએ, જેને અનુસરીને તમે તેના જેવું પરફેક્ટ બોડી અને ટોન ફિગર મેળવી શકો છો.
બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા ખાણીપીણીની શોખિન છે અને તેને ભારતીય ભોજન પસંદ છે, પરંતુ તે પોષણનું ખૂબ ધ્યાન રાખે છે અને સંતુલિત આહાર લે છે.
પ્રિયંકા ચોપરા દિવસની શરૂઆત હેલ્ધી બ્રેકફાસ્ટ સાથે કરે છે, જેમાં તેને ઓમેલેટ, પરાઠા, ટોસ્ટ કે ઢોસા ખાવાનું પસંદ છે. આ સિવાય તે બપોરના ભોજનમાં દાળ, ભાત, રોટલી, શાક, સલાડ જેવું પરફેક્ટ ભોજન લે છે. તેને સાંજના નાસ્તામાં શેકેલા મખાના ખાવાનું પસંદ છે અને તે રાત્રે હળવું ભોજન લે છે. જેમાં સૂપ ટુ લીન પ્રોટીનનો સમાવેશ થાય છે.
પીસી ફિશ અને ચિકનનો ડાયટમાં સમાવેશ કરે છે: પ્રિયંકા ચોપરા પંજાબી પરિવારમાંથી આવે છે, તેથી તેને નોન-વેજ ખૂબ જ પસંદ છે. જો કે, તે તેના ડાયટમાં વધુ લીન મીટ ખાય છે.
પીસી માને છે કે શરીરમાંથી ટોક્સિન દૂર કરવા માટે પાણી પીવું ખૂબ જ જરૂરી છે. તે શરીરને હાઇડ્રેઇટ રાખવા પુરતુ પાણી પીવે છે.
પ્રિયંકા ચોપરા તેની દિનચર્યામાં માત્ર તેના શારીરિક સ્વાસ્થ્યનું જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્યનું પણ ખૂબ ધ્યાન રાખે છે, તેથી જ તે તેના રૂટિન જીવનમાં યોગને ખૂબ મહત્વ આપે છે. આ સિવાય તેને વેટલિફ્ટિંગ અને સ્વિમિંગ ગમે છે, જેનાથી તે તેની બોડીને ટોન રાખે છે.