Garima Parihar PICS: દેશી અવતારમાં સુંદર લાગી રહી છે ભોજપુરી એક્ટ્રેસ ગરીમા પરિહાર
ભોજપુરી એક્ટ્રેસ ગરીમા પરિહાર ટીવી શો અને મ્યુઝિક વીડિયો મારફતે પોતાની ઓળખ બનાવી રહી છે. હાલમાં તે ભોજપુરી સ્ટાર પવન સિંહની આગામી ફિલ્મ 'મેરા ભારત મહાન'માં વ્યસ્ત છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફિલ્મમાં તે પવન સિંહની ગર્લફ્રેન્ડના રોલમાં છે. ફિલ્મો અને સિરિયલો સિવાય અભિનેત્રી પોતાની તસવીરોથી પણ લાઇમલાઇટમાં રહે છે.
અભિનેત્રી ઘણીવાર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે પરંતુ અહીં તે દેશી અવતારમાં જોવા મળી હતી. ડિઝાઇનર બ્લુ સૂટ અને ચહેરા પર સ્મિત સાથેની તસવીરો ખૂબ સુંદર લાગી રહી છે
ગરિમા રાજસ્થાનના સિરોહીની છે. સીરિયલ 'લાલ ઈશ્ક'માં કામ કરી ચૂકેલી અભિનેત્રી આ પોઝમાં એકદમ આકર્ષક લાગી રહી છે.
ગરિમા 2015ની સ્ટાર પ્લસ સીરિયલ 'મેરે આંગને મેં' માટે જાણીતી છે. અભિનેત્રી તાજેતરમાં પવન સિંહ સાથે ‘BINDIYA LILAAR KE’ અને 'સસુરા મેં મર્દ કે દર્દ હો'માં જોવા મળી છે.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.