ગૌરી ખાને બદલ્યું કરણ જોહરના ઘરની છતનું લૂક, સંગેમરમરની ટાઇલ્સથી કર્યું ડિઝાઇન, જુઓ ટેરેસની શાનદાર તસવીરો
શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન ઇન્ટિરિયર ડિઝાઇનર છે. જે અનેક બોલિવૂડ સ્ટારના ઘરને સ્વર્ગથી સુંદર બનાવી ચૂકી છે. ગૌરી ખાને તેમના ખાસ દોસ્ત કરણ જોહરના ધરની છતને નવું લૂક આવ્યું છે. જુઓ ટેરેસની શાનદાર તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગૌરીએ અનેક સેલિબ્રિટીશના ઘરો સજાવ્યાં છે. કરણ પણ તેમાં સામેલ છે. ગૌરીએ હાલ જ તેમની ઘરની છતને નવો લૂક આપ્યો છે. ગૌરીએ છતને ખૂબ જ સુંદર લૂક આપ્યું છે. જયાં બેસીને કરણ રાતની હવાની મોજ માણી શકે છે. તે અહીંથી સાંજના ડૂબતા સૂરજને જોઇ શકે છે.
કરણની આ છત કોઇ આલિશાન બંગલાથી કમ નથી. જેમાં અનેક પ્રકારની સજાવટની ચીજોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગૌરીએ છતને યુનિક લૂક આપવા માટે વિદેશી કેટલીક વસ્તુનો પણ ઉપયોગ કર્યો છે. જે પહેલી નજરે કોઇનું પણ ધ્યાન આકર્ષિત કરે છે.
આ છતમાં એવી લાઇટિંગ ગોઠવવામાં આવી છે કે, કરણ મોડી રાત સુધી મિત્રો સાથે પાર્ટી એન્જોય કરી શકે.. અહીં શોફા પર બ્રાઉન, બ્લેક, અને વ્હાઇટ કલરના કુશન રાખવામાં આવ્યા છે. તેમજ સુંદર આઉટડોર સેટઅપ કરવામાં આવ્યું છે.
તેને લક્ઝરી રૂપ આપવા માટે સંગમરમરની ટાઇલ્સને પણ યુઝ કરવામાં આવી છે.