'ગજની'ની એક્ટ્રેસ અસિન થોટ્ટુમકલનો ગ્લેમરસ લૂક વાયરલ, હિન્દી જ નહીં તામિલ-તેલુગુ ફિલ્મમાં પણ મચાવી ચૂકી છે ધમાલ, જુઓ તસવીરો
મુંબઇઃ સાઉથ એક્ટ્રસ અને બૉલીવુડ એક્ટ્રેસ અસિન થોટ્ટુમકલે (Asin Thottumkal) ગઇકાલે પોતાનો 36મો જન્મદિવસ મનાવ્યો, તે હવે 36 વર્ષની થઇ ચૂકી છે. આટલી ઉંમરમાં તેને ખાસી એવી પ્રસિદ્ધિ કમાઇ લીધી છે. અસિન થોટ્ટુમકલ હિન્દી ઉપરાંત તામિલ અને તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં ધમાલ મચાવી ચૂકી છે, અને સૌથી ખાસ ચહેરો બનીને સામે આવી છે. અસિન થોટ્ટુમકલનો (Asin Thottumkal Movie) જન્મ કેરળમાં જોસેફ થોટ્ટુમકલના ઘરે થયો હતો, પરંતુ અસિન થોટ્ટુમકલ (Asin Thottumkal Birthday) એ 2001માં આવેલી ફિલ્મ નરેન્દ્ર મકાન જયકાંત વાકાની સાથે મલયાલમમાં પોતાની કેરિયરની શરૂઆત કરી હતી, જેને સત્યન અંતિકદ નિર્દેશિત કરવામા આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પછી તેને કેટલીય ફિલ્મોમાં કામ કર્યુ છે, અને અહીં સુધી કે એમ. કુમારન સન ઓફ મહાલક્ષ્મી ફિલ્મોમાં સાથે તામિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની શરૂઆત કરી હતી. ફિલ્મમાં જયમ રવિએ મુખ્ય ભૂમિકા નિભાવી હતી, અને અસિન થોટ્ટુમકલએ માલાબારની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મ મોહન રાજા દ્વારા નિર્દેશિત કરવામા આવી હતી અને બૉક્સ ઓફિસ પર બ્લૉકબસ્ટર સાબિત થઇ હતી.
વર્ષ 2005માં તેને ફિલ્મ ગજનીમાં લીડ રૉલ કર્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે બૉલીવુડનો સુપરસ્ટાર આમિર ખાન દેખાયો હતો. આ ફિલ્મ તે વર્ષની સૌથી મોટી બ્લૉકબસ્ટર ફિલ્મ હતી. ફિલ્મમાં તેના દ્વારા નિભાવવામાં આવેલા રૉલને દર્શકોએ ખુબ પસંદ કર્યો હતો.
અસિન થોટ્ટુમકલે આમિર ખાન સાથે ગજનીથી બૉલીવુડમાં પોતાની શરૂઆત કરી હતી, તેને કલ્પના શેટ્ટીની ભૂમિકા નિભાવી અને તેના પ્રદર્શને બધાનુ ધ્યાન ખેંચ્યુ હતુ. તેને ગજની માટે ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ પુરસ્કાર પણ પોતાના નામે કર્યો હતો.
અસિન થોટ્ટુમકલે તામિલ ફિલ્મની સાથે સાથે તેલુગુ ફિલ્મો શિવકાશી, વરલારુ, પોક્કિરી, વેલ, ઘરાના, અમ્મા નન્ના ઓ તામિલા અમ્મયી, શિવમણી અને લક્ષ્મી નરસિમ્હામાં પણ પોતાની ઓળખ બનાવી છે. અસિન છેલ્લીવાર તામિલ ફિલ્મ કાવલનમાં દેખાઇ હતી. જેનુ નિર્દેશન સિદ્દીકીએ કર્યુ હતુ.
અસિન થોટ્ટુમકલ