Marathi Actress Vaidehi Parashurami: કોણ છે મરાઠી એક્ટ્રેસ વૈદેહી પરશુરામ ? પોતાની તસવીરોથી સોશ્યલ મીડિયા પર ફેન્સની કરી રહી છે ઘાયલ
Vaidehi Parashurami: વૈદેહી પરશુરામ એક પ્રશિક્ષિત કથક નૃત્યાંગના છે. તેને ઇસ્કૉન, નૃત્યંજલિ ચિલ્ડ્રન ક્લબ, મરાઠા મંદિર, શારદા સંગીત વિદ્યાલય વગેરે દ્વારા આયોજિત કથક પ્રતિયોગિતામાં જીત હાંસલ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવૈદેહી પરશુરામનો જન્મ 01 ફેબ્રુઆરી, 1992 એ મુંબઇમાં થયો હતો.
વૈદેહી પરશુરામને નાચવા ગાવાનો બહુજ શોખ છે. તે એક પ્રશિક્ષિત કથક નૃત્યાંગના છે. તેને ઇસ્કૉન, નૃત્યંજલિ ચિલ્ડ્રન ક્લબ, મરાઠા મંદિર, શારદા સંગીત વિદ્યાલય વગેરે દ્વારા આયોજિત કથક પ્રતિયોગિતામાં જીત હાંસલ કરી છે.
તેને નાલંદા નૃત્ય અનુસંધાન કેન્દ્ર નૃત્ય નિપુણ પુરસ્કાર, પંડિત વિષ્ણુ દિગંમ્બર પલુસ્કર પુરસ્કાર વગેરે જેવા કેટલાય પ્રતિષ્ઠિત પુરસ્કાર મળ્યા છે.
વૈદેહી પરશુરામે ટીવીમાં પોતાની કેરિયરની શરૂઆત 2010 માં મરાઠી ફિલ્મ ‘વેદ લવી જીવા’થી કરી હતી.
2012માં, તેને ‘મિસ ક્લિન એન્ડ ક્લિયર’નો ખિતાબ જીત્યો અને સતત બે વર્ષ સુધી તેની બ્રાન્ડ એમ્બેસેડર રહી છે.
2016માં તેને અમિતાભની સાથે ફિલ્મ વજીરમાં એક નાની ભૂમિકા નિભાવી હતી.
તાજેતરમાં જ વૈદેહી પરશુરામ મરાઠી ફિલ્મ જગ્ગુ આણિ જ્યૂલિએટ'માં દેખાઇ હતી.