GoodBye 2021: દિશા પટ્ટણીથી લઇને પ્રિયંકા-કિયારા સુધી 2021માં છવાયો આ હસીનાઓનો બિકીની લૂક.................
GoodBye 2021: બૉલીવુડ અભિનેત્રીઓના વેકેશન લૂક્સ આખા વર્ષમાં છવાયેલા રહ્યા. હવે પ્રિયંકા ચોપડાને જ લઇ લો. કામમાંથી બ્રેક મળતાં જ પ્રિયંકા જ્યારે જ્યારે હૉલિડે મનાવે છે ત્યારે ત્યારે તેનો બિકીની લૂક ફેન્સને ખુબ પસંદ આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિશા પટ્ટણી (Disha Patani) પણ ટૂ પીસમાં કોઇ કસર નથી છોડતી. તે ઘણીવાર પોતાનુ બેસ્ટ ફિગર ફેન્સને બતાવીને તેમના દિલ ધડકાવી દે છે. તેની બિકની તસવીરોએ 2021 ખુબ તહેલકો મચાવ્યો છે. ખાસ કરીને રેડ બિકીનીમાં દિશાનો આ અંદાજ જોઇને ફેન્સના હોશ ઉડી ગયા હતા. આ તસવીરો દિશાએ માલદીવ વેકેશન દરમિયાન શેર કરી હતી.
કિયાર અડવાણી (Kiara Advani)ના માલદીવ હૉલીડે પર યલો બિકીનીમાં આ લૂક જોરદાર વાયરલ થયો હતો. માથા પર હેટ લગાવેલો આ અંદાજ અકદમ ખાસ હતો. બિકીનીમાં તેનો આ સ્ટનિંગ ટૉન્ડ ફિગર જોવા મળ્યુ હતુ.
અનુષ્કા શર્મા (Anushka Sharma)ની પણ પૂલમાં રિલેક્સ કરતા આ તસવીર જોરદાર વાયરલ થઇ હતી. નિયૉન ગ્રીન મોનોકિનીમાં માં બન્યા બાદ અનુષ્કાનો આ અંદાજ ફેન્સને ખુબ પસંદ આવ્યો હતો.
આ વર્ષે જ્હાન્વી કપૂર (Janhvi Kapoor)એ પણ મોનોકિની પહેરીને તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરીને પોતાના ફેન્સને સરપ્રાઇઝ કરી દીધા. સિલ્વર સ્લીવલેસ મોનોકિનીમાં તેનો આ સ્ટનિંગ લૂક સામે આવ્યો.
સારા અલી ખાન (Sara Ali Khan) આખા વર્ષમાં કેટલીય વાર માલદીવ ગઇ અને પોતાની બિકીની તસવીરોથી ફેન્સના હોશ ઉડાવતી રહી. ક્યારેય નિયૉન ગ્રીન તો ક્યારેક ઓરેન્જ સ્વિમસૂટમાં સારાના હોશ ઉડાવનારો અંદાજ સામે આવ્યો.
અનન્યા પાંડે (Ananya Panday) પણ બીચ વેકેશનની દિવાની છે. તેને ફ્લૉરલ બિકીનીમાં માલદીવ જઇને કેટલીય તસવીરો ક્લિક કરાવી હતી, જે ખુબ વાયરલ થઇ હતી.