In Pics: લગ્નના અહેવાલો વચ્ચે બોયફ્રેન્ડ સાથે એરપોર્ટ પર ક્લિક થઇ હંસિકા મોટવાણી
સાઉથ એક્ટ્રેસ હંસિકા મોટવાણી હાલમાં તેના લગ્નને લઇને ચર્ચામાં છે. દરમિયાન તે બોયફ્રેન્ડ સોહેલ સાથે એરપોર્ટ પર જોવા મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહંસિકા મોટવાણી ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. અભિનેત્રીને હાલમાં જ તેના બોયફ્રેન્ડ સોહેલ કથુરિયાએ એફિલ ટાવરમાં ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં પ્રપોઝ કર્યું હતું. તે સોહેલ સાથે એરપોર્ટ પર જોવા મળી હતી. જોકે બંનેએ સાથે પોઝ આપ્યો ન હતો.
એરપોર્ટ પર હંસિકા મોટવાણીનો ખૂબ જ શાનદાર લુક જોવા મળ્યો હતો. તે પ્રિન્ટેડ પેઇન્ટ સૂટમાં જોવા મળી હતી.
એરપોર્ટ પર હંસિકાએ પાપારાઝીને ઘણા પોઝ આપ્યા હતા. આ દરમિયાન તેમના ચહેરા પર લગ્નની ખુશી સ્પષ્ટ દેખાતી હતી.
હંસિકા અને સોહેલ એકસાથે એરપોર્ટ પહોંચ્યા હતા, પરંતુ બંનેએ એરપોર્ટની અંદર અલગ-અલગ પહોંચ્યા હતા.
પહેલા હંસિકા કારમાંથી નીચે ઉતરીને એરપોર્ટની અંદર પહોંચી અને બાદમાં સોહેલ તેની પાછળ ગયો હતો. સોહેલની વાત કરીએ તો તે એરપોર્ટ પર એકદમ સિમ્પલ લુકમાં જોવા મળ્યો હતો.
સોહેલની વાત કરીએ તો તે એરપોર્ટ પર એકદમ સિમ્પલ લુકમાં જોવા મળ્યો હતો.
અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પ્રપોઝની કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં તે ઘણી ખુશ દેખાતી હતી.