Taarak Mehta Ka Ulta Chashmah: દિશા વાકાણી એક એપિસોડ માટે લેતી હતી આટલી રકમ, જાણો કેટલી સંપત્તિની છે માલકિન
પોપ્યુલર ટેલિવિઝન એક્ટ્રેસ દિશા વાકાણીનો આજે જન્મ દિવસ છે. દિશા વાકાણીને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી સારી પ્રસિદ્ધિ મળી હોવાથી તેને લોકો દિશા કરતા દયાબેનના નામે વધુ ઓળખે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિશા વાકાણીનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેમણે ફિલ્મી કરિયરની શરૂઆત ગુજરાતી થિયેટરથી કરી હતી દિશાએ તેમની કરિયરની શરૂઆત 1997થી કરી હતી. તેમની ડેબ્યૂ ફિલ્મ કમસિન:ધ અનટચ્ડ હતી. તેમણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઘારાવાહિક પહેલા ખીચડી, આહટ, રેશમ ડંક સહિતની અનેક સિરિયલમાં કામ કર્યું.
દિશા વાકાણીએ હિન્દી ફિલ્મમા પણ નાના-મોટા રોલ કર્યો છે. પ્રિયંકા ચોપડાની ફિલ્મ 2050, શાહરૂખ ખાનની દેવદાસ અને ઋત્વિક રોશનની ફિલ્મ જોધા અકબરમાં જોવા મળી હતી. આ ફિલ્મોમાં તેનો બહુ નાનો રોલ હતો.
વર્ષ 2015માં દિશા વાકાણીએ મુંબઇના ચાટર્ડ અકાઉન્ટન્ટ મયુર પાડિયા સાથે લગ્ન કર્યાં, તેમના લગ્નની તસવીર સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ હતી. લગ્નના 2 વર્ષ બાદ દિશાએ દીકરીને જન્મ આપ્યો. દિશાનો ભાઇ મયુર વાકાણી, સિરિયિલમાં ઓન સ્ક્રિન સુંદરલાલ દયાબનેના ભાઇ તરીકે જોવા મળે છે.
મીડિયા રિપોર્ટ મુજબ દિશા વાકાણી ટેલિવિઝનની હાઇએસ્ટ પેડ સેલેબ્સ છે. તે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એક એપિસોડના દોઢ લાખ રૂપિયાની રકમ લેતી હતી. મીડિયા રિપોર્ટસની માનીએ તો તેની નેટવર્થ 37 કરોડ રૂપિયા છે.
2017માં દિશા વાકાણી મેટરનિટી બ્રેક પર ગઇ હતી. ત્યારબાદ તે હજું સુધી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પરત નથી ફરી, શોના મેકર્સની સાથે દર્શકોને પણ 5 વર્ષથી તેમની વાપસીની રાહ છે. તેમની વાપસીને લઇને હજું સુધી કોઇ સ્પષ્ટ જાણકારી નથી મળી.