Angelina Love Story: પોતાના આ પતિના લોહીથી ભરેલી શીશી ગળામાં બાંધતી એન્જલિના
આજે અમે તમને એન્જેલિના જોલીની લવ સ્ટોરી જણાવી રહ્યા છીએ. 5 મે, 2000 ના રોજ એન્જેલીના અને બિલી બોબ થોર્નટનના લગ્ન થયા. ત્રણ વર્ષ પછી જ તેમના છૂટાછેડા થઈ ગયા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએન્જેલીના નાનપણથી જ તેણે સફળતાનો સ્વાદ ચાખ્યો હતો. તેણે પહેલી ફિલ્મ લુકિંગ ટુ ગેટઆઉટ તેના પિતા જોન વ્હાઇટ સાથે કરી હતી.
એન્જેલિનાએ અત્યાર સુધીમાં ત્રણ વખત લગ્ન કર્યા છે. તેમ છતાંયે તે હાલ એકલી છે.
એન્જેલિનાના પ્રથમ લગ્ન 28 માર્ચ 1996ના રોજ થયા હતા. તેણીને તેની ફિલ્મ હેકરના હીરો જોની લી મિલર સાથે પ્રેમ થયો.
એન્જેલિનાએ લગ્નના દિવસે જે ટી-શર્ટ પહેરી હતી તેના પર જોની લી મિલરનું નામ તેના જ લોહીમાં લખેલું હતું. તેમ છતાંયે બંનેએ 1999માં છૂટાછેડા લીધા હતા.
બાદમાં ફિલ્મ પુશિંગ ટીનના શૂટિંગ દરમિયાન એન્જેલીના અમેરિકન એક્ટર બિલી બોબ થોર્નટનને મળી હતી.
બંનેના લગ્ન 5 મે 2000ના રોજ થયા હતા. બંને પ્રેમથી એટલા મુગ્ધ હતા કે બંને એકબીજાનું લોહી શીશીમાં ભરીને ગળામાં લોકેટની જેમ પહેરતા હતા.
એન્જેલીના અને બિલી બોબ થોર્ન્ટનનો પ્રેમ જેટલો ઝડપથી ખીલ્યો. તેટલો જ ઝડપથી તે ઠંડો પણ પડ્યો. વર્ષ 2003માં બંનેએ છૂટાછેડા લીધા હતા.