બૉલીવુડ સેલેબ્સની પત્નીનો ગંભીર આરોપ, હનીમૂન દરમિયાન મને રૂમમાં પુરીને ઢોર માર મારતો ને પછી..........
મુંબઇઃ બૉલીવુડ સિંગર અને જાણીતા રેપર 'યો યો હની સિંહ' (Yo Yo Honey Singh) પર ગંભીર આરોપ લાગ્યો છે. હની સિંહ (Honey Singh) સામે કોર્ટમાં ઘરેલુ હિંસાનો (Domestic Violence) કેસ નોંધાયો છે. તેની પત્ની શાલિનીએ હની સિંહ પર ગંભીર આરોપો લગાવ્યા છે. પત્ની શાલિનીએ એક દુઃખદ ઘટના પણ વર્ણવી. પત્ની શાલિની તલવારની (Shalini Talwar) સાથે લગ્ન બાદ જ શરૂ થઇ ગયો હતો, હનીમૂન દરમિયાન ઘટેલી ઘટનાના રાજ હવે શાલિનીએ ખોલ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોર્ટમાં આપેલી પોતાની અરજીમાં શાલિની તલવારે (Shalini Talwar) બતાવ્યુ 10 વર્ષના પ્રેમ બાદ 14 માર્ચ 2010એ બન્નેના ઘરની મરજીથી સગાઇ થઇ હતી, 23 જાન્યુઆરી 2011માં બન્નેના પરિવારોની હાજરીમાં લગ્નગ્રંથીથી બંધાયા હતા. હિરદેશ સિંહ ઉર્ફે હની સિંહ (Honey Singh)ને મ્યૂઝિક શરૂઆતથી જ પ્રેમ હતો, મ્યૂઝિક પ્રત્યેના પ્રેમના કારણે શાલિનીએ હંમેશા તેનો સાથ આપ્યો.
પત્ની શાલિની તલવારે (Shalini Talwar) પોતાની અરજીમાં હની સિંહ (Honey Singh) અને હનીમૂનના કડવા અનભવો વિશે વાત કરી. તેને બતાવ્યુ તેમના એક જાણકાર જીત કલસીએ હની સિંહ અને તેને મૉરેશિયસના હનીમૂનનુ પેકેજ ગિફ્ટ કર્યુ હતુ.
જ્યારે શાલિની તલવાર (Shalini Talwar) અને હની સિંહ (Honey Singh) બન્ને મૉરેશિયસ પહોંચ્યા તો શાલિનીએ અનુભવ થયો કે હની સિંહનો વ્યવહાર બદલાઇ ગયો હતો. તે મોટાભાગે શાંત અને ચુપ રહેવા લાગ્યો હતો, જ્યારે શાલિનીએ હૉટલમાં આ અંગે હની સિંહને પુછયુ તો....
જેવો શાલિની તલવારે (Shalini Talwar) હની સિંહને (Honey Singh) સવાલ કર્યો કે તે ગુસ્સામાં આવી ગયો. શાલિનીને બેડ પર ધક્કો મારી દીધો અને બૂમો પાડવા લાગ્યો હતો. તે બૂમો પાડીને કહેવા લાગ્યો કે યો યો હની સિંહને સવાલો કરવાની હિંમત કોઇને નથી, તો તુ ક્યારેય કોઇ સવાલ ના કરતી.
હની સિંહ (Honey Singh)એ કહ્યું- હું આમ પણ લગ્ન કરવા ન હતો માંગતો, પરંતુ મે તને વાયદો કર્યો હતો, એટલા માટે મારે લગ્ન કરવા પડ્યા, દસ વર્ષના પ્રેમના મોંમાંથી આ શબ્દો સાંભળ્યા પછી શાલિની પુરેપુરી તુટી ગઇ. આ બોલીને હની સિંહ હૉટલના રૂમમાંથી બહાર નીકળી ગયો.
શાલિની તલવારનું (Shalini Talwar) કહેવુ છે કે, હની સિંહ (Honey Singh) આગામી 10 થી 12 કલાક સુધી પાછો ના આવ્યો, તે હનીમૂન દરમિયાન હૉટલના રૂમમાં એકલી છોડીને ચાલ્યો ગયો હતો. જ્યારે કારણ પુછ્યુ તો હની સિંહે શાલિનીને રૂમમાં લઇ જઇને બરાબરનો માર માર્યો, આ પછી બન્નેને સંબંધો વધુ ખરાબ થઇ ગયા.
શાલિની તલવારે (Shalini Talwar) પોતાની અરજીમાં બતાવ્યુ કે, વધુ ફેમસ થઇ ગયા બાદ હની સિંહે (Honey Singh) મહિલાઓ સાથે શારીરિક સંબંધો પણ રાખ્યા હતા.તે હંમેશા પોતાના લગ્ન લોકોથી છુપાવતો રહ્યો હતો. તે લગ્નની કોઇ નિશાન સાર્વજનિક ન હતી કરવા માંગતો એટલે તેને સગાઇમાં પહેરાવેલી હિરાની વીંટી પણ હાથમાંથી કાઢી દીધી હતી.