Pics: શિમરી ડ્રેસમાં Ishita Duttaનો સેક્સી અંદાજ, ફેન્સ બોલ્યા- Ufff, આજે જીવ લઇશ કે શું ?
Ishita Dutta Photos: ટીવી એક્ટ્રેસ ઇશિતા દત્તા પોતાના ગ્લેમરને લઇને ખુબ ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ તેને પોતાની લેટેસ્ટ તસવીરોથી ફેન્સના દિલ ધડકાવી દીધા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App‘એક ઘર બનાઉંગા’ની પૂનમ યાદ છે, જેને પોતાના ડેબ્યૂશૉમાં જ નાના પડદા પર તહેલકો મચાવી દીધો હતો. આ કોઇ બીજુ નહીં પરંતુ એક્ટ્રેસ ઇશિતા દત્તા હતી, જેને સુપરસ્ટાર અજય દેવગન સાથે દ્રશ્યમમાં કામ કરીને બધાને ચોંકાવી દીધા હતા.
ઇશિતા દત્તા ઇન્ડસ્ટ્રીમાં એક કમાલની એક્ટ્રેસ છે, તેની લોકપ્રિયતા પણ ખુબ છે, ગ્લેમરના મામલામાં તે હંમેશા ઓન-પૉઇન્ટ રહે છે.
ઇશિતા દત્તાએ તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર સ્ટનિંગ લૂકવાળી તસવીરો શેર કરી છે, જેમાં તે પિન્ક બેબ્સ બનેલી દેખાઇ રહી છે.
તેને શિમર ટૉપની સાથે પિન્ક સ્કર્ટ અને બ્લેઝર પહેરેલુ છે, એક્ટ્રેસે પોતાના મેકઅપને ન્યૂડ રાખેલો છે. તેને પિન્ક લેયર્ડ ઇયરિરંગ અને એક ગૉગલ્સથી પોતાના આખા લૂકને પુરો કર્યો છે.
ઇશિતા દત્તાની તસવીરો જોઇને ફેન્સ પણ દિલ હારી ગયા છે, ‘ઉફ્ફ્ફ’, ‘હૉટ’ ‘સુંદર’ જેવી કૉમેન્ટ્સ કરી રહ્યાં છે. એક યૂઝરે લખ્યું- આજ કીસી કી જાન લેની હૈ, યે મત કહના કે હમારી. વળી, બીજા કેટલાક યૂઝર્સ આ તસવીરોને કિલર બતાવી રહ્યાં છે.
ટીવીની એક્ટ્રેસ ઇશિતા દત્તા (Ishita Dutta) ટીવીની સાથે સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક્ટિંગનો જલવો બતાવી ચૂકી છે. જોકે, કે વધુ સફળ નથી રહી, પરંતુ સોશ્યલ મીડિયા પર તેના લાખો ફેન્સ બની ચૂક્યા છે.
ઇશિતા દત્તા એક એક્ટિવ સોશ્યલ મીડિયા યૂઝર છે, તે એક સુંદર દીવા છે, જે પોતાની દિલકશ અદાઓથી ઇન્ટરનેટનો પારો વધારી રહી છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો ઇશિતા દત્તા ‘એક ઘર બનાઉંગા’, ‘રિશ્તો કા સોદાગર - બાઝીગર’, ‘બેપનાહ પ્યાર’ જેવી સીરિયલોમાં અને ‘દ્રશ્યમ’, ‘ફિરંગી’ અને ‘બ્લેક’ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. ઇશિતા દત્તાએ અજય દેવગનની સુપરહિટ ફિલ્મ દ્રશ્યમથી ખુબ ચર્ચા જગાવી હતી. આ ફિલ્મમાં ઇશિતા દત્તાએ અજયની દીકરીની ભૂમિકા નિભાવી હતી. સાથે જ ઇશિતા દત્તાની એક્ટિંગને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં હતા.
ખાસ વાત છે કે એક્ટ્રેસ ઇશિતા અને એક્ટર વત્સલે વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ વર્ષ 2017 માં લગ્ન કરી લીધા. ઉલ્લેખનીય છે કે આ એજ વત્સલ સેઠ છે જેને ફિલ્મ ટાર્ઝન ધ વન્ડર કારમાં લીડ રૉલ પ્લે કર્યો હતો.