Mahesh Babu: આલિશાન મહેલથી કમ નથી મહેશ બાબૂનો હૈદરાબાદ વાળો બંગલો, ઓપન ગાર્ડનથી લઇને Indoor Pool સુધી દરેકની છે સુવિધા.....
Mahesh Babu House: મહેશ બાબૂના હૈદરાબાદ સ્થિત ઘરમાં કોઇ વસ્તુની કમી નથી. પૂલથી લઇને જિમ સુધી બધુ જ એક છત નીચે અવેલેબલ છે. (તસવીરો- સોશ્યલ મીડિયા)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેશ બાબૂનુ ઘર ખુબ મોટુ છે, જેનો ખુણે ખુણો તેની પત્ની નમ્રતા શિરોડકરે ખુબ પ્રેમથી સજાવ્યો છે. ઘરના બહારના ભાગમાં ઓપન ગાર્ડન છે, જ્યાં પરિવારના લોકોના બેસવાની પુરેપુરી વ્યવસ્થા છે. મહેશ બાબૂ પરિવાર સાથે અહીં નવરાશના સમયે સમય પસાર કરે છે.
ઘરના આઉટસાઇડ એરિયા પણ એકદમ સુંદર છે, સ્ટાઇલિશ ફ્લૉરથી લઇને ગ્લાસ વૉક સુધી... મહેશ બાબૂના ઘરને વધુ સુંદર બનાવે છે.
ઘરમા ઇનડૉર પૂલ પણ છે, જેમાં સમય મળતા જ મહેશ બાબૂ પરિવાર સાથે ખુબ એન્જૉય કરે છે. ખાસ કરીને લૉકડાઉન દરમિયાન તેને ઘરમાં રહીને જ પોતાનો સમય વિતાવ્યો હતો.
ઘરનો એક ભાગ પરિવાર અને પરિવારની યાદોને સમર્પિત છે. અહીં પરિવારના દરેક સભ્યોની યાદો તસવીરો રૂપે સજાવેલી છે.
મહેશ બાબૂ એક બિઝી સ્ટાર છે પરંતુ તેને જ્યારે પણ સમય મળે છે તો તે પોતાના બાળકોની સાથે ખુબ સમય વિતાવે છે. તેમના બાળકોના પ્યારા રૂમની ઝલક જુઓ. દીવાલોને ખુબ સુંદર બનાવવામાં આવી છે.
વળી, રિલેક્શ કરવા માટે સ્ટાઇલિશ લિવિંગ રૂમ અને આરામદાયક સોફા... આનાથી બેસ્ટ વળી એક માણસને શું જોઇએ? મહેશ બાબૂ પરિવારની સાથે નવરાસના સમયના અહીં વિતાવે છે.
મહેશ બાબૂના ઘરમાં એક અલગથી જ પૂજા ઘર પણ બનાવવામાં આવ્યુ છે, જે ખુબ મોટુ છે, અને પરિવારના તમામ સભ્યો એક સાથે બેસી શકે છે. પૂજા ઘરમાં દરેક દેવી દેવતાને સ્થાન આપવામાં આવ્યુ છે.