આ છે ગોલ્ડન બોય નીરજ ચોપડાનો ડાયટ પ્લાન, પાણી પુરી સહિતની ડિશ તેમની છે ફેવરિટ
કહેવાય છે કે, ખેલાડીની જિંદગી સંઘર્ષથી ભરેલી હોય છે. એ ખેલાડીની મહેનત જ હોય છે. જે ઓલ્પિમિકમાં તેને પદક અપાવે છે. શનિવારે એથલિટ નીરજ ચોપડાએ ટ્રેક એન્ડ ફિલ્ડમાં ગોલ્ડ મેડલ અપાવ્યો. પરંતુ શું આપ જાણો છો કે, એક એથલિટની તસવીર કેટલી મુશ્કેલી ભરી હોય છે. ખેલાડીને તેમના ફેવરિટ ફૂડને છોડીને રિસ્ટ્રક્ટ ડાયટને ફોલો કરવું પડે છે. તો આજે અમે જાણીએ છીએ કે, ગોલ્ડન બોય નીરજ ચોપડા કેવા પ્રકારની ડાયટ લે છે અને તેને કયું ફૂડ પસંદ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએથલિટને તેની ડાયટમાં રોજ 3 હજારથી 3500 કેલેરી રોજ લેવી જરૂરી છે. એનર્જી લેવલ બનાવી રાખવા માટે કાર્બોહાઇડ્રેઇટ અને પ્રોટીનની માત્રા પણ પુરતી હોવી જોઇએ. પ્રોટીન માંસપેશીઓના નિર્માણ માટે જરૂરી છે. આ બધી જ વાતોનું ધ્યાન નીરજ ખૂબ રાખે છે.
નીરજના દિવસની શરૂઆત હેલ્થી નાસ્તાથી થાય છે. જેમાં તે બ્રાઉન બ્રેડ અને આમલેટ લે છે.
નીરજ ચોપડાને ફેટ રહિત ફૂડ પસંદ છે. જેથી તે વધુ સલાડ અને ફળો જ ખાય છે. જેથી શરીરમાં એનર્જી બની રહે. ભૂખ લાગે ત્યારે અને પ્રેકટિસની વચ્ચે તે ફ્રૂટનું ફ્રેશ જ્યુસ લેવાનું પસંદ કરે છે.
નીરજ ચોપડાની ફેવરિટ ડિશ ગોલગપ્પા અને વેજિટેબલ બિરિયાની છે. ઘરમાં બનેલ ચુરમુ પણ તેમને ખૂબ પસંદ છે. તે ચીટ ડે પર આ વસ્તુના સ્વાદની લિજ્જત માણે છે.
હેલ્ધી ડાયટની સાથે તે હાર્ડકોર વર્કઆઉટ પણ કરે છે. જેમાં સ્ટ્રેન્થ ટ્રેનિંગ, રનિંગ, વેઇટ લિફ્ટિંગ, સીઢી ચઢવી ઉતરવી, સામેલ છે.