યુવા અભિનેત્રીના આપઘાત કેસની સુનાવણી હવે ખાસ સીબીઆઈ કોર્ટમાં, બૉલીવુડનો ક્યો હીરો છે આરોપી ?
Jiah khan case: બૉલીવુડ એક્ટ્રેસ જિયા ખાને (Jiah Khan) જ્યારે સુસાઇડ કર્યુ હતુ, તો દરેક લોકો ચોંકી ગયા હતા. જિયા ખાનના નિધનને હવે 8 વર્ષથી વધુનો સમય વિતી ગયો છે. પરંતુ તેની માતા માટે સારા સમાચાર છે, કેમકે હવે જિયા ખાન મૃત્યુ કેસ સીબીઆઇ કોર્ટમાં ટ્રાન્સફર થઇ ગયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક્ટ્રેસ જિયા ખાન મર્ડર કેસમાં નવો વળાંક આવ્યો છે, હવે આ કેસની સુનાવણી સ્પેશ્યલ સીબીઆઇ કોર્ટમાં થશે. જિયાના નિધન બાદ કેટલાક પ્રકારના સવાલો ઉભા થયા હતા, અને એક્ટર સૂરજ પંચોલી પર અનેક પ્રકારના આરોપો લાગ્યા હતા.
હવે સેશન્સ કોર્ટ, જે દિવંગત એક્ટ્રેસના કથિત બૉયફ્રેન્ડ અને એક્ટર સૂરજ પંચોલી (Sooraj Pancholi) પર ઉકસાવવાના આરોપમાં ટ્રાલ કરી રહ્યુ હતુ, તેને કહ્યું કે, ટ્રાયલ સીબીઆઇ કોર્ટમાં ટ્રાન્સફર કરી દેવો જોઇએ.
કોર્ટેમાં કહેવામાં આવ્યુ કે, હાલના કેસમાં તપાસ સીબીઆઇ/એસસીબી કરી રહી છે, અને સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ ફાઇલ કરી છે, આવામાં કેસોની તપાસ સીબીઆઇ ખાસ રીતે કરે છે. મારા વિચારથી એ જરૂરી છે કે કેસને સીબીઆઇ કોર્ટમાં ટ્રાન્સફર કરી દેવો જોઇએ. રિપોર્ટ અનુસાર હવે કોર્ટના પ્રિન્સિપલ જજ કેસને સીબીઆઇ કોર્ટને સોંપશે.
એક્ટ્રેસ જિયા ખાનનુ નિધન- જિયા ખાન માત્ર 25 વર્ષની હતી ત્યારે તેનુ નિધન થઇ ગયુ હતુ, જિયા ખાન 3 જૂન 2013માં મુંબઇમાં પોતાના ફ્લેટમાં મૃત હાલતમાં મળી હતી. જિયા ખાનના નિધન બાદથી તેની માએ કહ્યું હતુ કે આત્મહત્યા નથી પરંતુ હત્યા છે. જિયાના નિધન પર એક્ટ્રેસના કથિત બૉયફ્રેન્ડ અને અભિનેતા સૂરજ પંચોલીને આરોપી બતાવવામાં આવ્યો હતો.
સૂરજની 10 જૂન 2013એ કેસમાં ધરપકડ કરી લેવામાં આવી અને પછી જુલાઇમાં તેને જામીન મળી ગયા હતા. સેક્શન 306 (આત્મહત્યા માટે ઉકસાવવા) અંતર્ગત હજુ પણ સૂરજ પર ટ્રાયલ ચાલી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, હવે 8 વર્ષ બાદ સીબીઆઇ કોર્ટે આ કેસની સુનાવણીનો કરવાનો ફેંસલો કર્યો છે. આ કેસમાં જ્યારથી નવો મૉડ આવ્યો છે, તો હવે જોવાનુ એ રહેશે કે એક્ટર સૂરજ પંચોલીને રાહત મળે છે કે નહીં, કે પછી મુશ્કેલી વધે છે.