Jividha Sharma Photos: આજે પણ ખૂબ સ્ટાઇલિશ છે 'યે દિલ આશિકાના'ની આ એક્ટ્રેસ
બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જેમણે ફિલ્મોમાં ખ્યાતિ તો મેળવી પરંતુ ધીરે ધીરે ગુમ થઇ ગયા હતા. જિવિધા શર્મા તેમાંથી એક છે. જેણે 'યે દિલ આશિકાના'થી બધાને દિવાના બનાવી દીધા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબહુ ઓછા લોકો જાણે છે કે જિવિધા શર્માએ પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત બ્લોકબસ્ટર ફિલ્મ 'તાલ'થી કરી હતી. આ ફિલ્મમાં તે ઐશ્વર્યાની બહેનના રોલમાં જોવા મળી હતી.
આ ફિલ્મમાં તેના કામના ખૂબ વખાણ થયા હતા. જે બાદ અભિનેત્રીને ફિલ્મ 'યે દિલ આશિકાના'માં લીડ રોલ કરવાની તક મળી હતી.
ફિલ્મમાં જિવિધાનો ખૂબ જ સ્ટાઇલિશ લુક જોવા મળ્યો હતો. જેને દર્શકોએ પણ ખૂબ પસંદ કર્યું હતું. આ ફિલ્મે અભિનેત્રીને રાતોરાત સ્ટાર બનાવી દીધી અને બોલિવૂડની સાથે તેને સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પણ કામ મળવા લાગ્યું હતું.
એટલું જ નહી જિવિધાએ પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. વર્ષ 2009માં તેણે લોકપ્રિય અભિનેતા અને ગાયક દિલજીત દોસાંઝ સાથે એક ફિલ્મ કરી હતી.
આ પછી જિવિધાએ 'તુમ બિન જાઉં કહાં' અને 'જમીન સે આસમાન તક' સિરિયલોમાં કામ કર્યું છે.
જો કે કરિયરમાં આટલી સફળતા મેળવ્યા બાદ હવે જિવિધાએ ઈન્ડસ્ટ્રીમાંથી બ્રેક લઈ લીધો છે. આ દિવસોમાં અભિનેત્રી કન્ટેન્ટ એન્જિનિયર્સ નામની ફર્મમાં બિઝનેસ હેડ તરીકે કામ કરી રહી છે.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.
જિવિધા