'કૈસી યે યારિયાં' એક્ટ્રેસ Krissann Barretto એ કરી સગાઇ, ઇન્સ્ટાગ્રામ પર શેર કરી તસવીરો
Krissann Barretto Engagement: લોકપ્રિય ટીવી અભિનેત્રી Krissann Barretto એ પોતાનો જીવન સાથી પસંદ કર્યો છે. તેણે હાલમાં જ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ સાથે સગાઈ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેણે ટીવી સ્ટાર Krissann Barrettoએ સગાઈ કરી લીધી છે. અભિનેત્રીએ તેની સગાઈની ઘણી તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
અભિનેત્રીએ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ નાથન કરમચંદાની સાથે સગાઈ કરી લીધી છે. અભિનેત્રી ઘણીવાર તેના બોયફ્રેન્ડ સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
નાથન સાથે સગાઈ કર્યા પછી અભિનેત્રીએ આ સારા સમાચાર સાથે ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. અભિનેત્રી Krissann Barretto ‘રોમ કોમ શો કૈસી યે યારિયાં’માં જોવા મળી હતી.
આ શોથી તેને ઘણી લોકપ્રિયતા મળી હતી. શોમાં તેના પાત્રનું નામ એલી સક્સેના હતું. આ સિવાય અભિનેત્રી અનેક ફિક્શનલ અને નોન ફિક્શનલ શોનો પણ ભાગ રહી ચુકી છે.
Krissann Barretto એ તેના ઇન્સ્ટાગ્રામ પરથી શેર કરેલી તસવીરોમાં તેનો બોયફ્રેન્ડ નાથન રિંગ પહેરીને તેને પ્રપોઝ કરતો જોવા મળે છે.
નાથને અભિનેત્રીને ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં પ્રપોઝ કર્યો હતો.
આ તસવીરો શેર કરતાં અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું- '22.04 2023, હું તમને ખૂબ પ્રેમ કરું છું, હું વધુ રાહ જોઈ શકતી નથી
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ