ડિલીવરી થવાના થોડા દિવસ પહેલાં જ કાજલ અગ્રવાલે બેબી બમ્પ સાથે કરાવ્યું સુંદર ફોટોશુટ
સાઉથ અને બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ કાજલ અગ્રવાલ આ દિવસોમાં પોતાના પ્રેગ્નન્સી પીરિયડ એન્જોય કરી રહી છે. કાજલ તેની પ્રેગ્નન્સીના છેલ્લા સમયમાંથી પસાર થઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅભિનેત્રી ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે, આ પહેલા અભિનેત્રીએ બેબી બમ્પ ફ્લોન્ટ કરતી વખતે ખૂબ જ સુંદર ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં અભિનેત્રી ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. આ ફોટો સાથે કાજલે ગર્ભાવસ્થા દરમિયાન થતી મુશ્કેલીઓનો પણ ઉલ્લેખ કર્યો છે જેનો સામનો આપણે સગર્ભા સ્ત્રીઓને થાય છે.
આ બધી મુશ્કેલીઓ વચ્ચે પણ કાજલ અગ્રવાલ તેના પ્રેગ્નન્સી પીરિયડને ખૂબ એન્જોય કરી રહી છે.
કાજલ તેની આ સુંદર સફરને માણવામાં કોઈ કસર છોડી રહી નથી અને તે સોશિયલ મીડિયા પર તેની ઝલક પણ સતત શેર કરતી રહે છે.
કાજલે ગર્ભાવસ્થા દરમિયાન થતી મુશ્કેલીઓ અને સગર્ભા સ્ત્રીઓને કઈ સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેની જાણકારી પણ શેર કરતી રહે છે.
કાજલ અગ્રવાલ પોતાના આ સમયમાં ફુલ એન્જોય કરી રહી છે. ક્યારેક પુસ્ત વાંચતા કે ક્યારેક લેપટોપ પર કામ કરતા ફોટો શેર કરીને તેના ચાહકોને તેની આ સુંદર સફર વિશે માહિતી આપતી રહે છે.
કાજલ અગ્રવાલે 2020માં જાણીતા બિઝનેસમેન ગૌતમ કિચલુ સાથે લગ્ન કર્યા હતા.