Tejasની રેપ-અપ પાર્ટીમાં જલવો બિખેરવા પહોંચી કંગના રનૌત, ગૉલ્ડન-શિમરી ડ્રેસમાં કેર વર્તાવતી એક્ટ્રેસની તસવીરો વાયરલ
મુંબઇઃ બૉલીવુડ ક્વિન ગણાતી કંગનાએ અંતે પોતાની સ્ટાર અપકમિંગ ફિલ્મ તેજસનુ શૂટિંગ પુરુ કરી લીધુ છે. તાજેતરમાં જ કંગનાને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી છે. તેજસનુ શૂટિંગ પુરુ થવાની ખુશીમાં કંગના પોતાની ટીમની સાથે સેલિબ્રેશન કરતી સ્પૉટ થઇ હતી. કંગનાના હાઇ ફેશન સેન્સર પૈપરાજીના સેન્ટર પર હતી. જ્યાં તેને કેટલીય તસવીરો ક્લિક કરાવી હતી. જુઓ તસવીરો..........
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસામે આવેલી તસવીરોમાં કંગનાએ ગૉલ્ડન યલો કલરનો ડ્રેસ પહેરેલો રાખ્યો છે, જેમાં એક્ટ્રેસ પોતાનો ગ્લેમરસ અવતાર એકવાર ફરીથી ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે.
કંગનાના આ ડ્રેસની વાત કરીએ તો થાઇ હાઇ સ્લિટ વાળો ડ્રેસ કંગના પર ગજબનો લાગી રહ્યો છે. સામે ડીપ નેક લાઇન અને બેકનો ક્રિસ ક્રૉસ પેટર્ન ખરેખરમાં ડ્રેસની સુંદરતા ચાર ગણી વધારી રહ્યું છે.
કંગનાએ આ શાનદાર પાર્ટીવેયર ડ્રેસની સાથે સિલ્વર કલરની બ્લૉક હીલ્સ કેરી કરી છે, જે તેની પરફેક્ટ ફેશન ટેસ્ટને બતાવે છે.
કંગનાએ આ લૂકની સાથે પોતાના નેચરલ કર્લી હેયરને ઓપન રાખ્યા છે. જેમાંતેની સુંદરતા વધુ નિખરી રહી છે.
કંગનાનો આ ડ્રેસ એટલો કમાલનો છે કે એક્ટ્રેસે આની સાથે કોઇ જ્વેલરી કે હેવી મેકઅપનો ઉપયોગ નથી કર્યો. કંગનાની સિમ્પલિસિટી પણ અહીં જોવા મળી રહી છે.
કંગનાએ આ પાર્ટીની કેટલીય ઝલકો પોતાના સોશ્યલ મીડિયા પર શેર પણ કરી છે, જેમાં એક કેપ્શન છે- મેરે મેહબૂબ તુજે મેરી મોહબ્બત કી કસમ.... આ ખરેખરમાં તેના પર બિલકુલ ફિટ બેસે છે.
તેજસ ફિલ્મમાં કંગના એરફોર્સ પાયલટ તેજસ ગિલની ભૂમિકા નિભાવશે. જેને સરવેશ મેવારાએ ડાયરેક્ટ કરી છે.