કંગના રનૌતનો પહેલો ક્રશ કોણ હતો? જેની યાદમાં કરતી હતી આ કામ, જાણી દંગ રહી જશો
કંગના રનૌત એક અભિનેત્રી છે પરંતુ તે એક્ટિંગ કરતા તે તેમના નિવેદનોને કારણે વધુ ચર્ચામાં રહે છે. તે દરેક સામાજિક સહિત દેશની દરેક સમસ્યા પર પોતાનો મત રજૂ કરતી રહે છે. તે તેમના બિન્દાસ્ત નિવેદનના કારણે વિવાદમાં રહે છે જો કે જો કે એક ઇન્ટરવ્યુમાં તે અલગ અંદાજમાં જોવા મળી હતી. તેમણે આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે તેમના પહેલા ક્રશ વિશે વાત કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંગનાનો પહેલો ક્રશ:કંગના રનોત જ્યારે સ્કૂલમાં હતી ત્યારે તેમને તેમના શિક્ષક સાથે ક્રશ હતો. તે નવમા ઘોરણમાં હતી ત્યારે તે તેમના શિક્ષકને ખૂબ જ પસંદ કરતી હતી. આ સમયે તે ખૂબ જ નાસમજ હતી. તે વિદ્યાર્થી જીવનમાં એ શિક્ષકને યાદ કરીને રૂમ બંધ કરીને “ચાંદ છિપા બાદલમે” સોન્ગ પર ડાન્સ કરતી હતી. આ કિસ્સા વિશે સલમાન ખાને પણ ખુદ વાત કરી હતી.
ફિલ્મમાં આવ્યા બાદ કોની સાથે જોડાયું નામ?કંગના 12માં ધોરણમાં હતી ત્યારે ફેઇલ થઇ હતી. આગળ અભ્યાસ ચાલું રાખવાની બદલે તે દિલ્લી ભાગી ગઇ. દિલ્લીમાં તેમણે મોડલિંગ કરવાનું શરૂ કરી દીધું. તેમણે ગેંગસ્ટરથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું. જો કે ત્યારબાદ તેમને એક બાદ એક ફિલ્મ મળતી ગઇ. આ સમય દરમિયાન તેમનું નામ કેટલાક સેલેબ્સ સાથે જોડાયું. સૌથી પહેલા આદિત્ય પંચોલી સાથે તેમના લિંકઅપની વાત સામે આવી હતી. જો કે ત્યારબાદ બંનેનો સંબંધમાં વિવાદ સર્જાયો. આ જ રીતે ઋત્વિક રોશન સાથેનો સંબંધ પણ વિવાદ વચ્ચે ખતમ થયો. જે જગ જાહેર છે. બંનેનો વિવાદ કોર્ટ સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ અધ્યન સુમન સાથે તે રિલેશનશિપમાં હતી પરંતુ બહુ ટૂકા સમયગાળામાં બ્રેકઅપ થઇ ગયું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -