15 ફેબ્રુઆરીએ થશે કરીના કપૂરની ડિલીવરી, કાકાના નિધનથી છે ઉદાસ, પાપા રણધીર કપૂરે કરી વાત
Elle મેગેઝિન સાથે વાત કરતા સેફે કહ્યું, ‘ જ્યારે ઘરમાં ન્યુબોર્ન બેબી હોય તો કામ કરવા બહાર જવાનું કોણ ઇચ્છે’ જો આપ આપના બાળકને ધીરે ધીરે મોટું થતાં નથી જોઇ રહ્યાં તો ભૂલ કરી રહ્યાં છો. હું સમય કાઢું છું આ એક પ્રિવિલેજ પોઝિશન છે. 9થી7 રૂટીન ફોલો કરવાના બદલે હું એક એક્ટરની જેમ જીવું છું’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો કે સૈફ અલીખાનનું આ ચોથું બાળક છે. તેમની પહેલા પત્ની અમૃતાને બે સંતાન છે. થોડા દિવસ પહેલા સૈફે પેટરનિટી લિવ મુદ્દે વાત કરી હતી
રણધીર કપૂરે એક ઇન્ટરટેઇનમેન્ટ પોર્ટલ સાથે વાતચીત કરતા જણાવ્યું કે, કરીનાની ડ્યૂ ડેટ 15 ફેબ્રુઆરીની આસપાસ છે. આ પહેલા સૈફ અલી ખાને જણાવ્યું હતું કે, ફેબ્રુઆરીના સેકેન્ડ વીકમાં ડિલીવરી થઇ શકે છે.
આ કરીના અને સૈફનું સેકન્ડ બેબી છે. આ પહેલા તેમને એક બાળક છે. જેમનું નામ તૈમૂર છે. તૈમૂર પણ સૌશિયલ મીડિયા સ્ટાર છે. તેનો જન્મ 20 ડિસેમ્બર 2016માં થયો હતો.
ઓગસ્ટ 2020માં કરીના અને સૈફે પ્રેગ્નન્સીની વાતને જાહેર કરી હતી. બંનેએ ફેન્સને બીજી વખત પ્રેગ્ન્ન્સીના ન્યુઝ આપ્યાં હતા.
9 ફેબ્રુઆરીએ કરીના કપૂર ખાનના કાકા રાજીવ કપૂરનું હાર્ટ અટેકથી નિધન થઇ ગયું. આ સમયે કરીના કપૂર તેમની બહેન અને માતા સાથે તાબડતોબ રાજીવ કપૂરના ઘરે પહોંચી હતી. તેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. આ સમયે તે ખૂબજ ઉદાસ અને પરેશાન જોવા મળી હતી.
એક્ટ્રેસ કરીના કપૂર ખાન પ્રેગ્નન્ટ છે. તેમની પ્રેગ્નન્સીને લઇને ઘણી ચર્ચાઓ થતી રહે છે. બેબી ફ્લોન્ટ કરતી તેમની તસવીર પણ અનેક વખત વાયરલ થઇ છે. કરીના કપૂરના પિતા રણધીર કપૂરે જણાવ્યું હતું કે, 15 ફેબ્રુઆરીએ તેમની ડિલિવરી થઇ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -