Katrina Kaif Family: કેટરિના કૈફને છે 7 ભાઈ-બહેન, નાનપણમાં જ માતા-પિતાએ છૂટાછેડા લીધા... જાણો સંપૂર્ણ વિગતો
બોલિવૂડની ચિકની ચમેલી હાલ તેના લગ્નને લઈને ચર્ચામાં છે. કેટ 9મી ડિસેમ્બરે ઉરી ફેમ અભિનેતા વિકી કૌશલ સાથે લગ્ન કરવા જઈ રહી છે તો ચાલો જાણીએ કે કેટરીના કૈફનો પરિવાર કેવો છે અને તેમના માતા-પિતા કોણ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેટરિના કૈફનો જન્મ 16 જુલાઈ 1983ના રોજ હોંગકોંગમાં થયો હતો. જો કે પિતા મોહમ્દ કૈફ મૂળ ભારતીય છે અને કાશ્મીરી છે. માતા સુઝન વકીલ અને સોશિયલ વર્કર છે. પિતા બ્રિટનમાં સેટલ થયા હતા. જો કે સાત સંતાનના જન્મ બાદ માતા-પિતાએ ડિવોર્સ લઇ લીધા હતા.
કેટરિનાના પરિવારમાં 6 બહેનો તેમજ એક ભાઈ છે, એટલે કે કુલ 8 ભાઈ-બહેન છે. આવી સ્થિતિમાં, આટલો લાંબો પરિવાર હોવાને કારણે, કેટરીનાએ ખૂબ જ નાની ઉંમરે કામ કરવાનું શરૂ કર્યું હતાં
કેટરિના તેના ભાઈ-બહેનોમાં પાંચમા નંબરે આવે છે, બાકીની ત્રણ બહેનો તેના કરતા નાની છે. તમને જણાવી દઈએ કે કેટરીનાની બહેન ઈસાબેલ કૈફે ફિલ્મોમાં ડેબ્યુ કર્યું છે. કેટરિના કૈફની સૌથી મોટી બહેન સ્ટેફની ટર્કોટ છે, ત્યારબાદ તેનો ભાઈ મિલેક અને ત્રીજા નંબરે કેટરિનાની બહેન ક્રિસ્ટીન અને ચોથા નંબરે બહેન નતાશા છે. કેટરિના કૈફ પોતે પાંચમા નંબરે છે. કેટરિનાને ત્રણ નાની બહેનો છે, મેલિસા, સોનિયા અને ઇસાબેલ. કેટરિના કૈફ અવારનવાર પોતાની બહેનો સાથેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.