Photos : ભારતની પહેલી ઠીંગણી વ્યક્તિને મળ્યુ ડ્રાઇવિંગ લાયસન્સ, ક્યાંનો છે ને શું કમાલ કરીને મેળવ્યુ લાયસન્સ
હૈદરાબાદ : હૈદરાબાદમાં રહેતા માત્ર ત્રણ ફૂટ ઉંચાઈ ધરાવતા રહેતા ગટ્ટીપલ્લી શિવપાલને ડ્રાઈવિંગ લાયસંસ અપાયું છે. ભારતમાં પહેલી વાર આટલી ઠીંગણી વ્યક્તિએ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશિવપાલ છેલ્લાં વીસ વરસથી લાયસંસ મેળવવા માટે મથ્યા કરતા હતા પણ તેમની ઉંચાઈના કારણે સફળ નહોતા થતા. છેવટે શિવપાલે પોતાની ઉંચાઈ ના નડે એ પ્રકારની કરામત કરીને ડ્રાઈવિંગ લાયસંસ મેળવી લીધું છે.
ગટ્ટીપલ્લી શિવપાલ ભારતમાં ત્રણ ફૂટ કે ઓછી ઉંચાઈ ધરાવતા હોવા છતાં ડ્રાઈવિંગ લાયસંસ મેળવનારી પહેલી વ્યક્તિ છે. હૈદરાબાદમાં રહેતા ગટ્ટીપલ્લી શિવપાલે ત્રણ ફૂટ ઊંચાઇ હોવા છતાં ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી વિક્રમ સર્જ્યો છે. શિવપાલના આ વિક્રમની નોંધ લઈને લિમ્કા બુક રેકોર્ડમાં પણ તેમને સ્થાન પણ આપવામાં આવ્યું છે.
ગટ્ટીપલ્લી શિવપાલ માત્ર ત્રણ ફૂટના હોવાથી તેમના ઠીંગણા કદના કારણે કોઇ ડ્રાઇવિંગ શીખડાવવા પણ તૈયાર થતું નહોતું. 42 વર્ષના ગટ્ટીપલ્લી શિવપાલને આશરે 120 ડ્રાઇવિંગ સ્કૂલોએ અલગ-અલગ પ્રકારનાં બહાનાં આપી ડ્રાઇવિંગ શીખડાવવાની ના પાડી દીધી હતી. તેમની ઉંચાઈ ઓછી હોવાથી કારના કાચમાંથી તે આગળ પણ જોઈ શકતા નહોતા.
શિવપાલે તેનો રસ્તો શોધી કાઢીને કારને કસ્ટમાઇઝ કરાવીને પોતે જોઈ શકે એઅવી બનાવડાવી દીધી. તેમના મિત્ર ઇસ્માઇલની મદદથી કારને નાની બનાવ્યા પછી તેમણે કાર ડ્રાઇવિંગ શીખવાનું શરૂ કર્યુ હતું.
શિવપાલનું કહેવું છે કે, તેમને લાયસન્સ મળી જતાં હવે ત્રણ ફૂટ કે ઓછી ઉંચાઈ ધરાવતા ઘણાં ઠીંગણા લોકો કાર ડ્રાઇવિંગ શિખવા તેમનો સંપર્ક કરી રહ્યા છે.
શિવપાલ અત્યારે તેમની પત્નીને પણ ડ્રાઇવિંગ શીખવાડી રહ્યા છે. તેમનાં પત્નિની ઉંચાઈ પણ ત્રણ ફૂટથી ઓછી છે. શિવપાલ છ મહિનામાં પત્નિને પણ ડ્રાઈવિગં લાયસંસ અપાવી દેવાનો વિશ્વાસ ધરાવે છે.