જુઓ કેટરીનાના અપાર્ટમેન્ટની INSIDE તસવીરો, ઘરની બાલ્કનીમાંથી દેખાય છે સમુદ્રનો સુંદર નજારો
બોલિવૂડમાં 17 વર્ષથી કામ કરતી કેટરીના કોઇ ઓળખની આજે મોહતાજ નથી. તેમણે તેમની કલા પ્રતિભાથી બોલિવૂડ જગતમાં આગવું સ્થાન બનાવ્યું છે. કેટરિના ફેમ અને નેમ કમાયા બાદ પણ ભાડાના મકાનમાં રહે છે. તેમણે ખુદનું ઘર નથી ખરીદ્યું. ભાડાનું આ મકાન કેટરિના માટે સપનાનો મહેલ છે, કેટરિનાએ તેને અલગ ઇન્ટિરિયર ટચ આપ્યો છે. જોઇએ તેમના ફ્લેટની ઇનસાઇડ તસવીર.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેટરિના વર્ષ 2017માં તેમના અંધેરી વેસ્ટવાળા ઘરમાં શિફટ થઇ હતી. કેટરિનાએ ઘરમાં પેન્ટ પણ યુનિક કરાવ્યું છે. જે તેના ઘરને એકદમ યુરોપિટન લૂક આપે છે.
કેટરીના જ્યારે કામમાંથી બ્રેક લે છે, તો તે તેમના ઘરે જ સાઘારણ લાઇફ જીવે છે. તેને ગાર્ડનિગનો ખૂબ શોખ છે. જ્યારે પણ તેમને સમય મળે છે, તે ઘરની બાલ્કનીમાં શબ્જી ઉગાડે છે.તેમણે ગાર્ડનિંગની ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
કેટરિનાના રિડિંગનો પણ શોખ છે. તેથી તેમણે ઘરમાં પુસ્તકો માટે પણ એક ખાસ જગ્યા બનાવી છે.
કેટરિનાનો લિવિગ રૂમ બહુ મોટો છે. જ્યાં તે વર્કઆઉટ કરે છે, અહીં સુરજની રોશની બહુ લાંબા સમય સુધી રહે છે.
કેટરિનાએ તેના બાથરૂમનું અલગ યુનિક રીતે ઇન્ટિરિયર કર્યું છે. તે કેટલીક વખત અહીં પણ રિડિંગ કરતી જોવા મળે છે.
કેટરિનાની માતા એક એનજીઓ ચલાવે છે અને ગરીબ બાળકોને માઉન્ટેન વ્યૂમાં ભણાવે છે. તેમના જ્યારે સમય મળે છે. દીકરી કેટરિના સાથે સમય વિતાવવા આવી જાય છે.
કેટરિનાની ફ્લેટની ખાસ જગ્યા તેની બાલ્કની છે. તેમની બાલ્કનીમાંથી ડૂબતો સૂરજ દેખાય છે. તેમજ સમુદ્ર દેખાય છે. કેટરિતા અનેક વખત બાલ્કનીથી નેચરને માણતી સ્પોટ થઇ છે.
કેટરિનાના ફોટોગ્રાફનો બહુ શોખ છે. તેમણે તેમના ઘરની દિવાલ પર કેટલીક ફોટો લગાવેલી છે.