'પિતાએ મારુ શોષણ કર્યુ પરંતુ માતા કહેતી હતી દેવતા', જાણીતી એક્ટ્રેસે વ્યક્ત કરી આપવીતી
બોલિવૂડથી લઈને સાઉથ ઈન્ડસ્ટ્રી સુધી લોકપ્રિય અભિનેત્રી ખુશ્બુ સુંદરે પોતાના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. તેણે તેના પિતા વિશે જણાવ્યું કે કેવી રીતે તે તેનું અને તેની માતાનું શોષણ કરતા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખુશ્બૂ સુંદરની ગણના બોલિવૂડ અને સાઉથ ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસમા થાય છે. નોંધનીય છે કે 2010માં તેણે રાજકારણમાં એન્ટ્રી મારી હતી. તાજેતરમાં જ તે રાષ્ટ્રીય મહિલા આયોગની સભ્ય પણ બની છે.
વરિષ્ઠ પત્રકાર બરખા દત્ત સાથેની વાતચીતમાં ખુશ્બુ સુંદરે પોતાના અંગત જીવન વિશે ઘણું બધું જણાવ્યું હતું. તેણે કહ્યુ હતું કે જ્યારે તે 8 વર્ષની હતી ત્યારે તેના પિતા તેનું શારીરિક અને જાતીય શોષણ કરતા હતા.
ખુશ્બૂએ જણાવ્યું હતું કે કેવી રીતે તેના પિતા માત્ર તેનું જ નહીં પરંતુ તેની માતાનું પણ શોષણ કરતા હતા અને તેની માતાનું મન એવું હતું કે તે તેના પતિને દેવતા માનતી હતી. પરંતુ તેના પર અભિનેત્રીએ કહ્યું હતું કે તેના પિતા માનતા હતા કે પત્ની અને બાળકોને મારવા અને તેમનું શારીરિક શોષણ કરવું તેમનો અધિકાર છે.
ખુશ્બુ સુંદરે જણાવ્યું કે તે 8 વર્ષની હતી જ્યારે તેના પિતા દ્વારા તેનું શારીરિક શોષણ થવા લાગ્યું હતું. પરંતુ 15 વર્ષની ઉંમરે તે તેમની સામે બોલવાની હિંમત એકઠી કરી શકી. અભિનેત્રીએ વી ધ વુમન ઈવેન્ટમાં જણાવ્યું કે મને ડર હતો કે મારી માતા મારા પર વિશ્વાસ નહીં કરે.
આ અંગે ખુશ્બુ સુંદરે કહ્યું કે જ્યારે હું 16 વર્ષની પણ થઇ ન હતી ત્યારે તેના પિતાએ મારી માતા અને મને છોડી દીધા. આ ઉપરાંત અમારે ઘણા સંઘર્ષોમાંથી પસાર થવું પડ્યું પરંતુ પછીથી અમે અમારું સુખી જીવન જીવવામાં સફળ થયા.
ખુશ્બુ સુંદરે પછીથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી મારી અને ફિલ્મ 'ધ બર્નિંગ ટ્રેન'થી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. જે પછી તેણે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પણ ઘણી લોકપ્રિયતા હાંસલ કરી હતી પરંતુ હવે તે રાજકારણમાં પોતાનું નસીબ અજમાવી રહી છે