Serial killer Movies & Series: આ સીરિયલ કિલર ફિલ્મો અને વેબ સીરિઝ જોઇને કાંપી ઉઠશો, જાણો OTT પર ક્યાં જોઇ શકશો
'ઝોડિયાક' એક અમેરિકન સિક્રેટ થ્રિલર ફિલ્મ છે જે વર્ષ 2007માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ Netflix પર જોઈ શકાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App'માઈન્ડ હન્ટર' એક અમેરિકન સાઇકોલોજિકલ ક્રાઈમ થ્રિલર છે. આ ફિલ્મ 1995ની ક્રાઈમ બુક પર આધારિત છે જે નેટફ્લિક્સ પર જોઈ શકાય છે.
વર્ષ 2022માં રિલીઝ થયેલી હોલિવૂડ ફિલ્મ 'ધ ગુડ નર્સ' ICU નર્સ ચાર્લ્સ કુલેનની સત્ય ઘટના પર આધારિત છે. તે Netflix પર ઉપલબ્ધ છે.
હોલિવૂડ ફિલ્મ 'સેવન' 1995માં રિલીઝ થઈ હતી. યુટ્યુબ સિવાય તેને ગૂગલ પ્લે મૂવીઝ પર પણ જોઈ શકાય છે.
'હેનીબલ' એક ટીવી શ્રેણી છે જેની ત્રણ સીઝન છે. આ શો થોમસ હેરિસની નવલકથા પર આધારિત છે, જે એફબીઆઈના ગુનાહિત પ્રોફાઇલર વિલ ગ્રેહામ અને ડૉ. હેનીબલ વચ્ચેના ઉભરતા સંબંધો પર કેન્દ્રિત છે. આ સિરીઝ અમેઝોન પ્રાઇમ વિડિયો પર જોઈ શકાય છે.
'ઇન્ડિયન પ્રિડેટરઃ ધ ડાયરી ઓફ એ સિરિયલ કિલર' એ ભારતીય ટ્રુ ક્રાઇમની ડોક્યુમેન્ટરી છે. તે 7 સપ્ટેમ્બર 2022 ના રોજ રીલિઝ થઇ હતી જે Netflix પર ઉપલબ્ધ છે.
'રતસાસન ' એક સબ-ઇન્સ્પેક્ટરની વાર્તા છે જે એક ગુપ્ત સિરિયલ કિલરની શોધમાં જાય છે જે કિશોરવયની શાળાની છોકરીઓને નિશાન બનાવે છે. કિલર તેમને નિર્દયતાથી મારી નાખે છે. આ ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર જોઈ શકાય છે.