The Family Man 2માં કામ કરનારા દરેક હીરો-હીરોઇનોએ વસૂલી છે મસમોટી રકમ, મનોજથી લઇને સામંથા સુધી કોણે કેટલી લીધી ફી, જાણો.......
The Family Man 2: ધ ફેમિલી મેન 2 સીરીઝ હિટ થઇ ચૂકી છે. આ સીરીઝના સ્ટારકાસ્ટ પોતાની ભૂમિકા માટે ખુબ પ્રસંશા મેળવી રહ્યાં છે. પોતાની ભૂમિકા માટે મનોજ વાજયેપી સહિત તમામ સ્ટાર્સે મસમોટી રકમ વસૂલી છે. જાણો અહીં સીરીઝમાં કામ કરવા માટે કયા હીરો-હીરોઇનોએ કેટલી ફી લીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સીરીઝમાં લીડિંગ એક્ટર મનોજ વાજપેયીએ આમાં શ્રીકાંત તિવારીની ભૂમિકા નિભાવી છે. રિપોર્ટ્સ અનુસાર આ રૉલ માટે મનોજ લગભગ 10 કરોડ ફી લીધી છે.
અભિનેત્રી Samantha Akkineniએ આમાં રાજીની ભૂમિકા નિભાવી છે. તેની ભૂમિકાને લઇને વિવાદ પણ થયો હતો. પરંતુ એક્ટિંગની પ્રસંશા થઇ રહી છે. આ રૉલ માટે સામંથાએ 3-4 કરોડ ફી લીધી છે.
એક્ટર શારિબ હાશમીને આ સીરિઝમાં જેકેની ભૂમિકાથી ખુબ પ્રંસશા મળી. આ રૉલ માટે તેને 65 લાખ ફી લીધી છે.
આ સીરિઝમાં શ્રીકાંત તિવારીની પત્ની સુચિની ભૂમિકા નિભાવી રહેલી એક્ટ્રેસ પ્રિયામણીએ 80 લાખ ફી લીધી છે.
રિપોર્ટ્સ અનુસાર, આ સીરિઝ માટે 1 કરોડ 60 લાખની ફી લીધી છે.
ધ ફેમિલી મેનમાં મેજર સમીરની ભૂમિકા નિભાવનારા એક્ટર દર્શન કુમારે આના માટે 1 કરોડ ફી લીધી છે.
ધ ફેમિલી મેનમાં મિલિંદની ભૂમિકા જોવા મળેલા એક્ટર સની હિન્દુજાએ આના માટે 60 લાખ લીધા છે.
શ્રીકાંત તિવારીની દીકરી ધૃતિની ભૂમિકામાં જોવા મળેલી એક્ટ્રેસ Aslesha Thakurએ આના માટે 50 લાખ લીધા છે.