Lockdown Workout Pics: જીમ છે બંધ પરંતુ ફિટ રહેવા માટે ઘરે જ જોરદાર પરસેવો પાડી રહી છે કરિના કપૂર ખાન, જુઓ તસવીરો.....
મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી કરિના કપૂર ખાને આ વર્ષે ફેબ્રુઆરીમાં બીજા બાળકને જન્મ આપ્યો છે. આના મહિના બાદ તે પોતાના કામમાં જોડાઇ ગઇ હતી. જોકે ડિલીવરી બાદ તેનુ વજન ખુબ વધી ગયુ હતુ, છતાં કેટલાય પ્રૉજેક્ટ પર કામ કરી રહી હતી. પરંતુ મુંબઇમાં ફરીથી લૉકડાઉન લાગવાથી તે પોતાના જુના શેપમાં આવવા ઘરે જ પરસેવો પાડી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકરિના કપૂર ખાને તાજેતરમાં જ પોતાની ઇન્સ્ટા સ્ટૉરી પર કેટલીય તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં તે વર્કઆઉટ કરતી દેખાઇ રહી છે.
આ તસવીરોમાં જોવામાં આવી શકે છે કે કરિના કપૂર હવે પાતળી થવા લાગી છે.
કરિના કપૂર ખાન બહુ જલ્દી પહેલાની જેમ સ્લિમ-ટ્રિમ થઇ જશે.
કરિના કપૂર કાન જિમાનાસ્ટિક વર્કઆઉટની સાથે યોગા પણ કરે છે.
જોકે, કરિના કપૂરનુ કહેવુ હતુ કે તેના વધેલા વજનથી તેને કોઇ પ્રૉબ્લમ નથી, પરંતુ હેલ્ધી રહેવા માટે ફિટ રહેવુ જરૂરી છે.
કરિના કપૂર ખાન પ્રેગનન્સી દરમિયાન પણ વર્કઆઉટ અને યોગા કરતી રહી હતી.
એટલુ જ નહીં પ્રેગનન્સીના છેલ્લા સમયમાં પણ તેને ખુબ યોગા કર્યા છે. બધા જાણે છે કે કરિના ફિટનેસ ફિક્ર છે.
વાત કરીએ વર્કફ્રન્ટની તો કરિના કપૂર આમિર ખાન સ્ટારર લાલ સિંહ ચઢ્ઢામાં દેખાશે.