નાગાર્જૂનના ઘરની પુત્રવધુ બનતા પહેલા આ સ્ટારની સાથે લિવ ઇન રિલેશનમાં રહેતી હતી સામંથા અક્કિનેની, નામ જાણીને રહી જશો દંગ
મુંબઇઃ સામંથા અક્કિનેની સાઉથની સૌથી ફેમસ અભિનેત્રીઓમાં સામેલ છે. સામંથા અક્કિનેનીએ ટૉલીવુડની સાથે બૉલીવડમાં પણ જબરદસ્ત છાપ છોડી છે. આની સાથે જ સામંથા અક્કિનેની પોતાની પર્સનલ લાઇફને લઇને ખુબ ચર્ચમાં રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસામંથા અક્કિનેનીએ વર્ષ 2017માં ટૉલીવુડ સુપરસ્ટાર નાગાર્જૂનના દીકરા નાગા ચૈતન્યની સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન દેશના ગ્રાન્ડ વેડિંગમાં સામેલ છે. આ લગ્ન અને લગ્નની એક ડીટેલ ખુબ ચર્ચાઓમાં રહી, પરંતુ આજે અમે તમને સામંથાની પર્સનલ લાઇફ સાથે જોડાયેલી વાત બતાવવા જઇ રહ્યાં છે, જે કદાચ તેના ફેન્સ જાણે છે.
ખરેખરમાં એક સમય હતો જ્યારે એક્ટ્રેસ નાગા ચૈતન્ય નહીં પરંતુ બીજા કોઇ ફિલ્મસ્ટારના પ્રેમમાં પડી હતી. સામંથા એ વ્યક્તિ સાથે એટલી બધી સીરિયસ હતી કે તેની સાથે લગ્ન કરવા તૈયાર હતી, પરંતુ આ લવ સ્ટૉરીનો અંજામ બ્રેકઅપ સાથે ખતમ થયો. આજે અમે તમને આ શખ્સ વિશે બતાવી રહ્યાં છીએ.
મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો ફિલ્મસ્ટાર કમલ હસનની દીકરી શ્રુતિ હસનની સાથે બ્રેકઅપ બાદ રંગ દે બસંતી ફેમ એક્ટર સિદ્વાર્થનુ દિલ સામંથા અક્કિનેની પર આવી ગયુ હતુ.
બન્નેને ઘણીવાર એકસાથે સ્પૉટ પણ કરવામાં આવ્યા હતા, વળી આની પહેલી મુલાકાત તેની ફિલ્મ જબરદસ્તના સેટ પર થઇ હતી. આ બન્નેની લવ સ્ટૉરી શરૂ થઇ હતી.
સામંથા અક્કિનેની અને સિદ્વાર્થ બન્નેમાંથી કોઇએ પણ પોતાના રિલેશનને ઓફિશિયલ ન હતુ કર્યુ. જોકે આ બન્ને હંમેશા દરેક ઇવેન્ટમાં સાથે સ્પૉટ કરવામાં આવ્યા હતા. એક ઇવેન્ટમાં સિદ્વાર્થે ડાન્સ પરફોર્મન્સને ઇનડાયરેક્ટલી એક્ટ્રેસ સામંથા અક્કિનેનીના નામ ડેડિકેટ પણ કર્યુ હતુ, ત્યારબાદ એક્ટ્રેસ ઇવેન્ટમાં શરમાતી દેખાઇ હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર તો એટલે સુધી કહેવામાં આવતુ હતુ કે સિદ્વાર્થ અને સામંથા પોતાના રિલેશનને લઇને એટલા સીરિયલ હતા કે એકબીજાની સાથે લિવ ઇન રિલેશનમાં રહેતા હતા. લગભગ અઢી વર્ષ સુધી રિલેશનમાં રહ્યાં હતા. બાદમાં આના સંબંધમાં કંઇક પ્રૉબ્લમ આવતા સામંથાએ બ્રેકઅપ કરવાનો ફેંસલો લીધો હતો. જોકે બ્રેકઅપનુ કારણ આજ સુધી સામે આવ્યુ નથી.
તેલુગુ ફિલ્મ સુપરસ્ટાર સામંથા અક્કિનેનીએ એક મીડિયા ઇન્ટરવ્યૂમાં પોતાના એક્સ બૉયફ્રેન્ડની વાત કરતા ફિલ્મ સ્ટારની ધજ્જીયા ઉડાવી હતી. તેને નામ લીધા વિના કહ્યું હતુ કે, હું મારી પર્સનલ લાઇફમાં એટલી મુશ્કેલમાં આવી ગઇ હતી, જેમ કે બિલકુલ સાવિત્રીની જેમ. સારી વાત છે કે મને સંબંધોની શરૂઆતમાં જ ખબર પડી ગઇ અને હુ આગળ નીકળી ગઇ. આ બધુ ત્યારે થયુ જ્યારે મને અનુભવ થયો કે કંઇક બહુ ખરાબ થઇ શકે છે. હું નસીબદાર છુ કે મને નાગા ચૈતન્ય જેવો હીરો મળ્યો છે.
જોકે, આ પછી સામંથાએ પોતાની કેરિયર પર ફોકસ કર્યો અને એકવાર ફરીથી પ્રેમ પર વિશ્વાસ રાખતા નાગા ચૈતન્યની સાથે રિલેશનમાં આવી, અને હવે બન્ને ખુશી ખુશી મેરિડ લાઇફ એન્જૉય કરી રહ્યાં છે.