મલાઇકા અરોરાએ પહેર્યું રિવીલિંગ ટોપ, બની ઉપ્સ મોમેન્ટનો શિકાર
નવી દિલ્લીઃ બોલીવૂડ એક્ટ્રેસ મલાઇકા અરોરા એવી એક્ટ્રેસ છે, જે પોતાની બોલ્ડ અદાઓને કારણે જાણીતી છે. તે પોતાના આઉટફીટને કારણે સમાચારોમાં રહે છે. આમ, તો મલાઇકા 40 વર્ષથી ઉપરની છે, પરંતુ તેણે જે રીતે પોતાની કેર લીધી છે, તે વધતી ઉંમરે પણ યુવાન લાગે છે. એકવાર ફરીથી મલાઇકાએ પોતાના આઉટફીટને કારણે આગ લગાવી છે. જોકે, તે આ વખતે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમલાઇકા અરોરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તે કરીના કપૂર અને બહેન અમૃતા અરોરા સાથે નજરે પડી રહી છે. ત્રણેય લંચ કરવા આવી હતી. આ સમયે મલાઇકાએ ખૂબ જ બોલ્ડ ડ્રેસ પહેરી હતી. તેણે બ્રાલેસ થઈને સ્કીન ટાઇટ ક્રોપ ટોપ પહેર્યું હતું. જે ખૂબ જ બોલ્ડ હતું. જેને કારણે તે કારમાં બેસતી વખતે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની હતી.
મલાઇકાનો આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેમજ તેના આઉટફીટને લઈને તેને ટ્રોલ કરવામાં આવી રહી છે. આ પહેલીવાર નથી કે મલાઇકાને તેના આઉટફીટના કારણે ટ્રોલ થવું પડ્યું હતો. તે પોતાના આઉટફીટને કારણે ચર્ચમાં રહે છે. તે પોતાની રિલેશનશીપને લઈને પણ ખૂબ જ ચર્ચામાં રહે છે.
મલાઇક અરોરા એક્ટર અર્જુન કપૂરને ડેડ કરે છે. તેમજ તેમણે પોતાનું રિલેશન જાહેર કરી દીધું છે. મલાઇકા પોતાના બોયફ્રેન્ડ અર્જુન કરતાં 11 વર્ષ મોટી છે અને આ કારણે તે ટ્રોલ પણ થતી હોય છે. કેટલાક ફેન્સ બંનેના લગ્નની રાહ જોઇ રહ્યા છે. મલાઇકાએ સલમાનના મોટાભાઈ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા. જોકે, બંનેએ તલાક લઈ લીધા છે. તેમને એક દીકરો પણ છે.